આજથી શરુ થનારું સંસદનું શિયાળુ સત્ર કેમ તોફાની રહેશે?

ભારતીય સંસદસભા Image copyright Getty Images
ફોટો લાઈન ૨૨ દિવસો દરમ્યાન ૧૪ બેઠકો વાળું ભારતીય સંસદસભાનું (લોકસભા અને રાજ્યસભા) આરંભ થનારું શિયાળુ સત્ર ઝંઝાવાતી રહેવાના અણસારો મળી રહ્યા છે

15 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી એટલે કે 22 દિવસો સુધી ચાલનારું ભારતની સંસદનું સત્ર તોફાની રહે તેવા અણસાર છે.

એવું અનુમાન થઈ રહ્યું છે કે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીઓના પ્રચારમાં આક્રમક રહેલો વિપક્ષ સંસદમાં પણ આક્રમક વલણ અપનાવી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનાં (જીએસટીના) અમલીકરણને કારણે કથળી રહેલી અર્થવ્યવસ્થા, જેવા અનેક મુદ્દાઓ પર વિપક્ષ શાસક પક્ષને ઘેરી શકે છે.

તદુપરાંત રાફેલ વિમાનના સોદા અંગે પણ બંન્ને ગૃહોમાં ચર્ચાઓ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને સંસદની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલવા દેવા અપીલ કરી છે.


શિયાળુ સત્રની દરખાસ્તો

Image copyright Getty Images
ફોટો લાઈન ટ્રિપલ તલ્લાક સંબંધિત બિલની દરખાસ્તો સંસદના શિયાળુ સત્રમાં રજુ કરવામાં આવશે

શિયાળુ સત્ર દરમ્યાન રજૂ થનારાં બિલ

  • ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (વળતર) વટહુકમ, 2017 ના સ્થાને સુધારો બિલ લાવવાની દરખાસ્ત છે. આ અધ્યાદેશ 2 સપ્ટેમ્બર 2017ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.
  • દેવું શુદ્ધિકરણ અને નાદારી કોડ (ઇનસૉલવેંસી અને નાદારી કોડ) સુધારણાં બિલ અને ભારતીય વન સુધારણાં બિલ પણ સરકારના એજન્ડા પર છે.
  • બેન્કો, વીમા કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓની બેંક ડિપોઝિટનાં સરળ નિવારણ માટે તૈયાર કરવામાં આવેલાં બીલ નાણાકીય ઠરાવ અને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ (એફડીઆર) બિલ
  • ટ્રિપલ તલ્લાક સંબંધિત બિલ
  • ઓબીસીને લગતા 123મા ક્રમાંકનો સુધારો એ જ સત્રમાં રજૂ કરવામાં આવશે.
  • નાગરિકતા સુધારણાં બિલ 2016, મોટર વાહન સુધારણાં બિલ 2016, ટ્રાન્સજેન્ડર પીપલ રાઇટ્સ પ્રોટેક્શન બિલ પણ રજૂ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો