હાર્દિકનાં ટ્વીટ પર ઘમાસાણ, લોકોએ કહ્યું હાર ભાળી ગયો છે!

ફોટો

ગુજરાત અને દેશની અનેક મીડિયા સંસ્થાઓ એ ગુરુવારે સાંજે રાજ્ય ઉપરાંત હિમાચલ પ્રદેશની ચૂંટણીઓનાં એગ્ઝિટ પોલ પ્રસારિત કર્યા.

સરવેનાં તારણ પ્રમાણે ભાજપને સરેરાશ 108 થી 115ની વચ્ચે બેઠકો મળશે, જ્યારે કોંગ્રેસને સરેરાશ 65 થી 74ની વચ્ચે બેઠકો મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ભાજપ સામે 22 વર્ષનું શાસન ટકાવી રાખવાનો પડકાર છે તો કોંગ્રેસને પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનું સમર્થન મળ્યું છે.

એગ્ઝિટ પોલ બાદ હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ''જાણી જોઈને એગ્ઝિટ પોલમાં ભાજપ જીતી રહી છે એવું દેખાડવામાં આવી રહ્યું છે. જેથી ઈવીએમમાં ગરબડ બાદ કોઈ ઈવીએમ પર શંકા ના કરે. આ જૂની ચાલ છે. જો ખરેખર આ ચૂંટણી સાચી છે તો પછી ભાજપને જીતવાના કોઈ જ અણસાર નથી. સત્યમેવ જયતે ''

આ અંગે અમે વાંચકોને 'કહાસુની' દ્વારા પ્રશ્ન પૂછ્યો હતો. જેના પ્રતિભાવરૂપે લોકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા.

કેટલાક વાચકો તેમના પક્ષમાં જોવા મળ્યાં તો કેટલાક તેમનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.

રમેશ ડોડિયા નામના યૂઝરે લખ્યું, ''હારનાં કારણે હતાશામાં આવી ગયો છે.. ન ઘરનો રહ્યો કે ન ઘાટનો...''

મનુભાઈ મકવાણા નામના યૂઝરે લખ્યું હાર્દિક હંમેશાં સાચો છે.

ભરત નંદા નામના યૂઝરે લખ્યું,''આતો કોંગ્રેસનું બહાનું છે. કોપીરાઇટ લીધા?''

પ્રવીણકુમાર નામના યૂઝરે લખ્યું,''ઈવીએમમાં કાંઈ થાય નહીં અને એગ્ઝિટ પોલને સાચો માનવો નહીં. રિઝલ્ટની રાહ જોવાય.''

આશિષ નામના યૂઝરે લખ્યું કે હાર્દિકભાઈની વાત સાચી છે.

નવનીત નામનાં યૂઝરે આ વાત પર પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે દ્રાક્ષ ખાટી છે.

રાકેશ ડાભી નામના યૂઝરે લખ્યું, ''હાર ભાળી ગયો છે બહાના કાઢે છે. લાલુ અને માયાવતીની લાઇનમાં આવી ગયો છે.''

મોન્ટુ પટેલ નામના યૂઝરે લખ્યું, ''હાર્દિકે માની હાર. EVMને કહ્યું જવાબદાર.''

શ્રવણ નામના યૂઝરે હાર્દિકની આ વાત પર પ્રતિભાવ આપતા લખ્યું કે હું તેમને સપોર્ટ કરું છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો