રાજકોટ પશ્ચિમ બેઠક પર હાર્દિકની અસર ન થઈ

વિજય રૂપાણી Image copyright FACEBOOK/VIJAYRUPANIBJP
ફોટો લાઈન વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય મેળવ્યો છે

સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જો ક્યાંયે હોય તો તે છે રાજકોટ પશ્ચિમની બેઠક. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠક પરથી

રાજકોટ પશ્ચિમની બેઠક એ બેઠક છે, જ્યાંથી 2002ના વર્ષમાં ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સર્વપ્રથમ ચૂંટણી જીતીને જાહેર જીવનમાં વિધિવત્ પ્રવેશ કર્યો હતો.

રાજકોટ પશ્ચિમ એ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની ભાષામાં ભાજપ માટે ગુજરાતની સુરક્ષિત બેઠકો પૈકીની એક સુરક્ષિત બેઠક તરીકે ઓળખાવામાં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇંદ્રનીલ રાજ્યગુરુએ ગુજરાતના હાલના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટના જ નેતા વિજય રૂપાણીને હરાવવા માટે બીડું ઝડપ્યું હતું.

જોકે તે પોતે જ વિજય રૂપાણીથી 53 હજાર 755 મતોથી હારી ગયા.


કેવી છે રાજકોટ પશ્ચિમની બેઠક?

Image copyright Getty Images

રાજકોટ પશ્ચિમની બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહી છે.

રાજકોટ સ્થિત ફૂલછાબના નિવાસી તંત્રી કૌશિક મેહતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ બેઠક મૂળભૂત રીતે સવર્ણ મતદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક છે અને આ બેઠક પરથી ભૂતકાળમાં હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસાર વિના જીતતા આવ્યા હતા."

રાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો છે જેમાંથી 2.14 લાખ મતદારોએ મતદાન કરેલું છે.

આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે, જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે.

પાટીદારો ઉપરાંત રાજકોટ પશ્ચિમમાં 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા સમાજના મતદારોના મતો અહીંથી લડનારા ઉમેદવાર માટે નિર્ણાયક સાબિત થયા.

રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે જેમનો મૂળભૂત રીતે ઝુકાવ આજ દિવસ સુધી ભાજપ તરફી રહ્યો છે.


વિજય રૂપાણીની જીતના કારણો

Image copyright FACEBOOK/VIJAYRUPANIBJP
ફોટો લાઈન રાજકોટ માટે કરેલા કામો ને કારણે રાજકોટની પ્રજાએ વિજય રૂપાણીને ફરી થી વિજયમાળા પહેરાવી
 • હાર્દિક પટેલ ફેક્ટર કામ ન કર્યું
 • પટેલ મતદારોનો ભાજપ પ્રત્યે ઝુકાવ
 • રાજકોટના પોતાના નેતા
 • મતદાતાઓનો મત મુખ્યમંત્રીને અને નહિ કે વિજય રૂપાણીને
 • રાજકોટ માટે કરેલા કામો
 • સૌની યોજના, આજી ડેમમાં પીવાલાયક નર્મદાનું પાણી લાવવું
 • રાજકોટ નજીક આંતરાષ્ટ્રીય એરપોર્ટની યોજના
 • રાજકોટમાં અદ્યતન રાજ્ય પરિવહન બસપોર્ટ
 • રાજકોટથી અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર અને જામનગરને જોડતા રસ્તાઓના વિસ્તરણની યોજના
 • આ જીતથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે તેવી સંભાવના છે.
 • રાજકીય જવાબદારીની સાથે સાથે 2019 માટે સંગઠનની પણ મહત્વની જવાબદારીઓ મળી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો