'ચાણક્યે નહીં, EVM અને પૈસાએ ભાજપને જીતાડ્યો'

હાર્દિક પટેલ Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિક પટેલે ચૂંટણીના પરિણામોને લઇને ભાજપ પર EVM સાથે છેડછાડના આરોપ લગાવ્યા છે

ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે બેઠકો પર જીતનું અંતર ઓછું રહ્યું છે, ત્યાં EVM વિશે શંકા છે.

હાર્દિક પટેલ પાટીદારો માટે અનામતની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે અને તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પોતાનું સમર્થન આપ્યું હતું.

હાર્દિક પટેલે કહ્યું કે, "તમે મને પૂછો કે જે પાટીદાર વિસ્તારોમાં તમારી રેલીઓમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી, ત્યાં તમારો જાદુ કેમ ન ચાલ્યો?

"હું કહીશ કે EVM સાથે છેડછાડ કરી ભાજપે જીત મેળવી છે."

સંવાદદાતાઓ સાથે વાતચીતમાં હાર્દિકે કહ્યું, "ભાજપને કોઈ ચાણક્યે નથી જીતાડ્યો, EVM અને પૈસાના જોરે ભાજપે જીત મેળવી છે."

તમને આ પણ વાંચવું ગમશે


'ATM હેક થઈ શકે તો EVM કેમ નહી?'

Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિક પટેલે કહ્યું છે કે ભાજપને EVM અને પૈસાએ જીત આપી છે

તેમણે કહ્યું, "અમદાવાદ, સુરત અને રાજકોટની જે 12 અને 15 બેઠકો પર હાર જીતનું અંતર 200, 400 અને 800 મતનું રહ્યું છે, ત્યાં EVM ટેમ્પરિંગનો મોટો મુદ્દો છે.

"મેં જોયું છે કે EVMમાં ફરીથી કાઉન્ટિંગ થયું છે, ત્યાં ફેરફાર કરાયા છે. આ વાતો EVMને લઈને વિચારવા પર મજબૂર કરે છે.

"હાર્દિક પટેલે કહ્યું છે કે વિપક્ષે 'EVM હેકિંગ' મામલે એક થવાની જરૂર છે. જો ATM હેક થઈ શકે છે તો EVM કેમ હેક નથી થઈ શકે?"

તેમણે કહ્યું કે પાટીદાર વિસ્તારોમાં ભાજપ વિરૂદ્ધ મત પડ્યા હતા. જે લોકો કહે છે કે હાર્દિક પટેલનું આંદોલન ન ચાલ્યું, તેમને જણાવી દઉં કે આ મારા એકલાની લડાઈ નથી.

હાર્દિક પટેલે પૂછ્યું છે કે હવે ભાજપને જીત મળી છે તો શું એક કરોડ લોકોનું આંદોલન વ્યર્થ હતું?


'હું જેલ જવા માટે પણ તૈયાર'

Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિક પટેલે કહ્યું છે કે બેરોજગારીના મુદ્દા પર લડાઈ ચાલુ રહેશે

હાર્દિક પટેલે આરોપ લગાવ્યા છે કે 'નમો' નામનું વાઈ-ફાઈ કેમ ચાલી રહ્યું હતું.

અમને એ ખબર નથી કે અમારો મત કોને મળ્યો છે. હું 24 વર્ષનો છું. આ ઉંમરમાં મારે જે મેળવવું હતું તે મેળવી લીધું છે અને જે ખોવું હતું તે ખોઈ નાખ્યું છે.

તેમણે કહ્યું, "જો જીતા વહી સિકંદર, હું ભાજપને તેમની જીત બદલ અભિનંદન પાઠવું છું. પરંતુ હું કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી ધરાવતો. હું અને મારું આંદોલન આગળ પણ વધુ મજબૂતી સાથે જલદી શરૂ થશે."

તેમણે વધુમાં ઉમેર્યું કે “બેરોજગારીના મુદ્દા પર લડાઈ ચાલુ રહેશે. અમે જેલ જવા માટે પણ તૈયાર છીએ.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો