ખાડિયા : ચાર દાયકા બાદ ભાજપનો ગઢ તૂટ્યો

42 વર્ષ બાદ કોંગ્રેસી ઉમેદવાર ઇમરાન ખેડાવાલા વિજયી થયા છે.

જૂનું ખાડિયા અને નવું ખાડિયા
ઇમેજ કૅપ્શન,

ખાડિયા ગોલવાડની આ ઇમારતમાં 1972માં જનસંઘ અને ત્યારબાદ 1980માં ભાજપનું પ્રથમ ગુજરાત પ્રદેશ કાર્યાલય કાર્યરત થયું હતું. ભાજપ પ્રદેશ કાર્યાલયનું સ્થળાંતર થતાં આ ઇમારત દાયકાઓ સુધી ખંડેર સ્થિતિમાં મૂકાઈ હતી. જોકે, તેને 'વસંત સ્મૃતિ' તરીકે જાળવી રાખવામાં આવી અને 2015માં તેનું ભાજપે સમારકામ કરાવ્યું હતું.

ઇમેજ કૅપ્શન,

વર્ષ 1977માં તત્કાલીન વિદેશ મંત્રી અને પાછળથી વડાપ્રધાન થયા એ અટલ બિહારી વાજપેયીએ દીપ પ્રગટાવી 'વસંત સ્મૃતિ'નું ઉદ્ઘાટન કર્યું હતું.

ઇમેજ કૅપ્શન,

આ તસવીર વર્ષ 2007ની છે, જ્યારે ત્રણ દાયકા સુધી ખાડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા અશોક ભટ્ટ વિજયી થયા હતા.

ઇમેજ કૅપ્શન,

આ તસવીરમાં લગભગ ત્રણ દાયકા ઉપરાંત સમય સુધી ખાડિયાના જનપ્રતિનિધિ રહી ચૂકેલા અશોક ચંદુલાલ ભટ્ટ અને હરીન પાઠકની જુગલ જોડી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રાયપુર – ખાડિયા વિસ્તારના કૉર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ કરતા હરીન રામપ્રસાદ પાઠક સાત મુદત, પચીસ વર્ષ જેવા લાંબા સમય માટે 1989થી 2014 સુધી લોકસભામાં અમદાવાદનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઇમેજ કૅપ્શન,

42 વર્ષ બાદ ખાડિયા ભાજપના હાથમાંથી સરકીને કોંગ્રેસના હાથમાં આવી ગયું છે. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ ખાડિયા બેઠક પર કબજો મેળવ્યો છે.

ઇમેજ કૅપ્શન,

જનસંઘ- ભાજપના જૂના કાર્યકર હરીન વ્યાસના જણાવ્યા અનુસાર, વર્ષ 1971માં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. અજીત પટેલની જીત થઈ હતી. મહત્ત્વનું છે કે ઇમરાન ખેડાવાલાએ 42 વર્ષ બાદ ખાડિયામાં કોંગ્રેસને જીત અપાવી છે.

ઇમેજ કૅપ્શન,

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની ખાડિયા સ્થિત ઓફિસનું શટર બંધ જોવા મળ્યું હતું.