પ્રેસ રિવ્યૂ : વિમાનની ટિકિટ કૅન્સલ કરાવવામાં હવે 'રાહત'

સ્મૃતિ ઇરાની Image copyright Getty Images

ઇન્ડિયા ટુડેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે વિજય રૂપાણીની જીત બાદ પણ પક્ષ ઇચ્છે છે કે એવા મુખ્યમંત્રી હોવા જોઇએ જે લોકોને આકર્ષી શકે.

આવામાં સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની આ રેસમાં સૌથી આગળ છે. સૂત્રો મુજબ તેઓ ગુજરાતનાં નવાં મુખ્યમંત્રી બની શકે છે.

જોકે, આ અહેવાલ મુજબ સ્મૃતિ ઇરાનીએ આ રિપોર્ટ ફગાવ્યા છે. તેમણે કહ્યું કે હું આ રેસમાં નથી.

આ સિવાય મનસુખ માંડવિયા અને વજુભાઈ વાળાને પણ મુખ્યમંત્રી પદના દાવેદાર મનાતા હોવાનું અહેવાલમાં કહેવાયું છે.


ભાજપ-કોંગ્રેસ પછી 'NOTA'ને નોંધપાત્ર મતો

Image copyright Getty Images

ડીએનએના અહેવાલ મુજબ ગુજરાતમાં NOTA (None of the above)ને એનસીપી, બસપા અને આપ પાર્ટી કરતા પણ વધારે મત મળ્યા છે.

અહેવાલ મુજબ વિજય રૂપાણીની બેઠક પર લોકોએ 3309 'NOTA' વિકલ્પને પસંદ કર્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ 1.8 ટકા મતો 'NOTA'ને મળ્યા છે.

આ અહેવાલમાં કહેવાયું છે કે જિગ્નેશ મેવાણીની બેઠક પર આશરે 4200 લોકોએ 'NOTA' વિકલ્પને પસંદ કર્યો છે.


વિમાની ટિકિટ કૅન્સલ કરાવવામાં હવે 'રાહત'

Image copyright Getty Images

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ વિમાની ટિકિટ કૅન્સલ કરતાં હવે બધા નાણા જતા નહીં રહે.

ડીજીસીએએ ઍરલાઇન કંપનીઓ પર કડક થતા હવે કંપનીઓએ ટિકિટ કૅન્સલેશન ચાર્જમાં ફેરફારની જાહેરાત કરી છે.

મીડિયા રિપોર્ટને ટાંકીને કહેવાયું છે કે 3000 રૂપિયાનો કૅન્સલેશન ચાર્જનો નિયમ રદ કરવામાં આવ્યો છે.

હવે ફ્લાઇટ ટિકિટ કૅન્સલ કરવા માટે યાત્રીઓને બેઝિક ભાડા અને ફ્યૂઅલ સરચાર્જની કુલ રકમ કે પછી 3000 રૂપિયા, જે ઓછું હોય તે ચૂકવવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો