દૃષ્ટિકોણ: '150નો દાવો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પરસેવો પડી ગયો'

  • સંજીવ શ્રીવાસ્તવ
  • વરિષ્ઠ પત્રકાર
અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં ઘણા સમય બાદ આવાં પરિણામ આવ્યાં છે. જેનું બે રીતે વિશ્લેષણ થઈ શકે છે.

પહેલું એ કે ભાજપ જીતીને પણ હારી ગયો અને કોંગ્રેસ પાર્ટી હારીને પણ જીતી ગઈ.

બીજું એ કે ભાજપ સતત 22 વર્ષ બાદ ફરી ગુજરાતમાં સરકાર બનાવી રહ્યો છે.

ત્યારે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના રેકોર્ડની બરાબરી કરી રહ્યો છે.

લોકો આ પરિણામોને પોતાની રીતે પરિભાષિત કરી રહ્યા છે.

જો એક મોટું મોટું દૃશ્ય જોઇએ તો આ પરિણામો મુજબ 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફ્રન્ટ રનર છે.

પરંતુ 2014ના મુકાબલામાં કોંગ્રેસ વધારે શકિતશાળી વિરોધ પક્ષ બનવાની દિશામાં છે.

રાહુલની મજાક હવે નહીં ઉડાવી શકે લોકો

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધીની જે 'પપ્પુ' કહીને મજાક ઉડાવ્યા કરતા હતા તે હવે એ ક્રમશ: બંધ થઈ જશે.

રાજકીય પંડિતો અને તેમના વિરોધીઓની મજાક ઉડાવવાનું બંધ કરવું પડશે.

કારણ કે એક હદ પછી આવી વાતો તેમના વિરુદ્ધમાં નહીં પણ પક્ષમાં થઈ જાય છે.

કોઈની વધારે મજાક બનાવવાથી તેની લોકપ્રિયતા વધતી જાય છે. સાથે જ લોકોની સહાનુભૂતિ વધતી જાય છે.

બધું થઈને એવો માહોલ બન્યો છે કે 2019માં નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બની શકે છે પણ આટલી બહુમતીથી નહીં.

ફરી એક વખત કોંગ્રેસ વિપક્ષમાં બેસશે પરંતુ આ વખતે વિપક્ષી દળની તાકાત સાથે બેસશે.

44 નહીં પરંતુ ત્રણ આંકડા સાથે આ રાજનીતિ ઘણી રસપ્રદ બની શકે છે.

શું આ કોંગ્રેસનું કમબેક?

ઇમેજ સ્રોત, Getty Images

આ પરિણામને જો ભાજપના દૃષ્ટિકોણથી જોઇએ તો અંતિમ પરિણામ આવતા તેમની બેઠકો જે પણ રહી હોય પરંતુ મતોની ટકાવારી 49 ટકા રહી છે.

ભાજપ કહી શકે છે આટલી વિરોધી લહેર છતાં પણ તેમના મતોની ટકાવારી વધી છે.

પરંતુ એ નહીં કહે કે 150નો દાવો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદીને કેટલો પરસેવો પડી ગયો.

કોંગ્રેસની વાપસી નથી થઈ પરંતુ કોંગ્રેસની જે નાવ ડૂબી હતી તે થોડી પાર થતી નજરે આવી.

કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે છે.

'થોડી ગરિમા રાખવી જોઇએ'

ઇમેજ સ્રોત, Getty Images

જનોઈના મુદ્દા પર કોંગ્રેસે કહ્યું કે હિંદુ યુવક શું મંદિર નહીં જાય?

કોંગ્રેસ મુજબ ભાજપના નેતા એટલા પરેશાન થઈ ગયા કે દેશના વડાપ્રધાનને પૂર્વ વડાપ્રધાનને દેશદ્રોહી કહેવું પડ્યું.

ભારતના ઇતિહાસમાં આવું ક્યારેય નથી થયું.

આ ચૂંટણીમાં પ્રચારમાં ખુદ વડાપ્રધાને પ્રહાર કરવા પડ્યા.

પાકિસ્તાનની વાત કરીને ધ્રુવીકરણનો પ્રયાસ પણ કરવામાં આવ્યો.

જોકે, વડાપ્રધાન મોદીની રાજનીતિ સાફ રીતે એ છે કે દેશ કઈ રીતે આગળ વધે, કઈ દિશામાં એ કામ કરાય.

તેઓ સારી રીતે જાણે છે કે તે માટે ચૂંટણી જીતવી જરૂરી છે.

એટલે ચૂંટણી જીતવા તેઓ કંઈ પણ કરી શકે. જોકે, લોકોનો આ માટે મત અલગઅલગ હોઈ શકે છે.

પરંતુ કેટલાકનો એવો મત છે કે વડાપ્રધાને વ્યક્તિગત અને હોદ્દાની એમ બન્ને ગરિમા જાળવવી જોઇએ.

'ઈવીએમ' પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઈવીએમ પર છેડછાડવાળી વાતોને સ્વીકારવી અઘરી છે.

જૂના સમયમાં જ્યારે મતદાન થતું તો કેટલાક કલાકોમાં જ બૂથ કૅપ્ચરિંગ થઈ જતું હતું.

જેથી આ વિસ્તારોમાં બૂથ પર મતો પ્રભાવિત થતા પરંતુ ચૂંટણીનાં પરિણામ નહીં.

નાની-મોટી ગરબડો જાણી-જોઇને થતી રહી છે અને થતી રહેશે.

પરંતુ ભારતીય લોકશાહીની ખાસ વાત એ છે કે જે પરિણામ આવે છે, તે લોકોના વિચારોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે.

શું થશે ત્રિપુટીનું?

જિજ્ઞેશ મેવાણીને લઈને લોકો માની રહ્યા છે કે તેઓ ડાબેરીઓ સાથે ભળશે તો કોંગ્રેસનો સાથ છોડશે.

પરંતુ ડાબેરીઓ કોંગ્રેસ સાથે રહેશે કે નહીં એ જોવું રહ્યું.

અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસની ટિકિટ પર જ જીત્યા છે. તો તેઓ તો કોંગ્રેસ સાથે જ રહેશે.

હાર્દિક પટેલને ઘણી મુશ્કેલી નડી શકે છે.

કોંગ્રેસમુક્ત ભારત?

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપે કોંગ્રેસમુક્ત ભારતનો જે નારો લગાવ્યો હતો એ મુજબ જો થયું હોત તો કોંગ્રેસને 42 ટકા વોટ કઈ રીતે મળ્યા?

રાહુલનો કાર્યકાળ ઘણો મુશ્કેલ રહેશે. કોંગ્રેસ અને ભાજપમાં પાયાનો તફાવત સંગઠનાત્મક રચનાનો છે.

કોંગ્રેસનું સંગઠન જો ભાજપ જેવું પચીસ ટકા પણ હોત તો પરિણામ ઊલટા બની શક્તા હતા.

કોંગ્રેસ પાર્ટી લોકોના સમર્થનથી ચાલી રહી છે. તેમની પાસે પાયાના કાર્યકર્તાઓની ખોટ છે.

રાહુલ ગાંધીને જો સફળતા જોઇએ તો તેમણે પણ મોદી અને શાહની જેમ ચોવીસ કલાક રાજનીતિ કરવી પડશે.

આમાં વિચારધારા અને સંવેદના નહીં ચાલે. 2024માં રાહુલ ગાંધી 54 વર્ષના થશે અને મોદી લગભગ 74 વર્ષના થશે. પરંતુ રસ્તો ઘણો મુશ્કેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રણનીતિની રીતે જોઇએ તો આ સમયે સૌથી મોટા નેતા છે. પરંતુ અશક્ય કંઈ જ નથી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો