પ્રેસ રિવ્યૂ: વિરાટ કોહલી-અનુષ્કા શર્મા દેશદ્રોહી છે?

વિરાટ કોહલીને હાર પહેરાવતા અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, TWITTER/VIRAT KOHLI

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભાજપના મધ્યપ્રદેશમાં ગુનાના ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યાએ ગુનામાં 'સ્કિલ ઇન્ડિયા સેન્ટર'ના ઉદ્ઘાટન વખતે તેમણે આ વાત કરી.

તેમણે કહ્યું કે વિરાટ ભારતમાં કમાય છે પરંતુ દેશમાં તેને એકપણ જગ્યા ન મળી લગ્ન કરવા માટે?

અહેવાલ મુજબ તેમણે વધુમાં કહ્યું કે વિરાટને દેશ પ્રત્યે કોઈ માન નથી. આ જ બતાવે છે કે તે દેશદ્રોહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાં વિરાટ-અનુષ્કાના હનીમૂનની તસવીરો વાઇરલ થઈ છે.

જેમાં પાકિસ્તાનના પ્રખ્યાત સ્થળો સામે તે બન્ને ઊભા હોય તેવી રીતે ઓરિજિનલ તસવીરોને એડિટ કરવામાં આવી છે.

'ભારતનો દરેક નાગરિક હિંદુ'

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝ18ના અહેવાલ મુજબ સંઘ પ્રમુખ મોહન ભાગવતે અગરતલામાં ત્રિપુરા હિંદુ સંમેલનને સંબોધ્યું હતું.

તેમણે ત્યાં કહ્યું કે ભારતમાં રહેનાર દરેક નાગરિક હિંદુ છે. ભલે એ ગમે તે ધર્મનો હોય.

ઝી ન્યૂઝના અહેવાલ મુજબ આરએસએસ પ્રમુખે મુસ્લિમોને પણ હિંદુ કહ્યા છે.

તેમણે કહ્યું છે કે મુસ્લિમોના પૂર્વજો હિંદુ હતા. તેમના નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે.

બિલ ગેટ્સે વખાણી અક્ષયની ફિલ્મ

બોમ્બે ટાઇમ્સના અહેવાલ પ્રમાણે માઇક્રોસોફ્ટ કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અક્ષય કુમારની ફિલ્મને વખાણી છે.

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર અભિનિત ફિલ્મ 'ટોઇલેટ: એક પ્રેમકથા'ને બિલ ગેટ્સે જોઈને ટ્વીટ કર્યું હતું.

બિલ ગેટ્સે ટ્વીટ કરીને 'ટોઇલેટ: એક પ્રેમકથા'ને ભારતના સ્વચ્છતા પડકારને અંગે લોકોને જાગૃત કરતી ફિલ્મ ગણાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો