સોશિઅલ : 2G સ્પેક્ટ્રમના ચૂકાદા પર સોશિઅલ મીડિયાની પ્રતિક્રિયા

દૂરસંચાર કરવા માટે ટાવર. Image copyright Getty Images

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર પૂર્વ સંચાર પ્રધાન એ. રાજા અને ડીએમકેનાં નેતા કનિમોડ઼ી સહિત 17 લોકોને 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આરોપમુક્ત જાહેર કર્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડનાં 17 આરોપીમાં 14 વ્યક્તિ અને રિલાયન્સ ટેલિકોમ, સ્વાન ટેલિકોમ, યુનિટેકનો સમાવેશ થતો હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન એ. રાજા.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (CAG)એ 2010માં પોતાના રિપોર્ટમાં સ્પેક્ટ્રમ ફાળવણી પર સવાલ ઊભા કર્યા હતા.

આ મામલે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરાતા સોશિઅલ મીડિયા પર પણ મોટા પ્રમાણમાં લોકોની પ્રતિક્રિયા જોવા મળી હતી.

કોર્ટના નિર્ણયને પગલે ટ્વિટર પર #2GScamVerdict ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

@uday26_ નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું, 'ગુનો આચરનારા એટલાં ખરાબ નથી હોતાં.

કોર્ટ તેમને સજા આપીને બગાડી દેતી હોય છે.'

@webpatrakarના ટ્વિટર હૅન્ડલ પરથી રિતેશ કુમારે ટ્વીટ કર્યું,

'મોટા લોકો પર કેસ જ ના ચલાવવો જોઈએ. અમસ્તો લોકોનો સમય બગડે છે.'

@AjayVaria2 નામના ટ્વિટર યુઝરે લખ્યું કે

'સત્યનો વિજય થયો. ભારતમાં પૈસાદારને ક્યારેય સજા નથી થતી.'

ટ્વિટર હૅન્ડલ @319Priya પરથી પ્રિયા કુમારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને લખ્યું,

'તમે ગુજરાતમાં ઊડી રહ્યા હતા અને અહીં તમારા 'તોતે ઊડ ગયે.'

તમારા રાજમાં ભ્રષ્ટાચારીઓ કઈ રીતે બચી રહ્યા છે?

કે યુપીએ(યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ને બદનામ કરવાનાં ષડયંત્રો ખુલ્લા પડી રહ્યા છે?'

@pradeepksharma8 ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું,

'એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે ગુજરાતની ચૂંટણી જીતી લીધી છે!'

@AmiteshPathak85 હૅન્ડલર અમિતે પાઠકે લખ્યું

'કોઈએ જેસિકાની હત્યા નહોતી કરી.

કોઈએ બ્લેક બકને નહોતું માર્યું. કોઈએ આરુષીને નહોતી મારી.

જાપાને 5જી ટેસ્ટ કરી લીધું અને આપણું ન્યાયતંત્ર 2G માં નિષ્ફળ થયું છે.

ભારતમાં આપનું સ્વાગત છે.'

ટ્વિટર હૅન્ડલ @shashank200000 પરથી શશાંક તિવારી નામના યુઝરે લખ્યું,

'ચિંકારા અને આરુષીની 'આત્મહત્યા' બાદ લાગે છે કે પૈસાએ પણ આપઘાત કરી લીધો છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો