'સુપ્રીમે કોર્ટે અમારી તપાસની પ્રશંસા કરી હતી'

એ રાજા, અને કનિમોડી Image copyright Getty Images/Reuters
ફોટો લાઈન દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2G સ્પેક્ટ્રમ ફાળવણી મામલે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે

2G કેસ માટેની ખાસ અદાલતે પુરાવાના અભાવે અને ખામીયુક્ત ચાર્જશીટ ખોટી હોવાના અવલોકન સાથે આ કેસનાં તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યાં.

ભૂતપૂર્વ CBI ડિરેક્ટર એપી સિંઘ સાથે બીબીસીનાં દેવિના ગુપ્તાએ વાત કરી.

આ કેસમાં CBI તરફથી તપાસ કરનારા તે સૌથી પહેલા અધિકારી હતા, જેમણે એ. રાજા, કનિમોડિ અને અન્યો સામે ચાર્જશીટ રજૂ કરી હતી.

તમને આ વાંચવું પણ ગમશે:


પાંચ સવાલ પાંચ જવાબ

Image copyright Getty Images
ફોટો લાઈન એ. રાજા.
  • સવાલ: કોર્ટે પુરાવાના અભાવે 2G કૌભાંડના તમામ આરોપીઓને છોડી મૂક્યાં છે, તમારી પહેલી પ્રતિક્રિયા શું છે?
  • જવાબ: હું એ સમયે કોર્ટમાં હાજર નહોતો, પરંતુ મને આ ચૂકાદાથી આશ્ચર્ય થયું છે.
  • સ: તમને લાગે છે કે, ફરિયાદ પક્ષ તરફથી આ કેસને વધું સારી રીતે લડી શકાયો હોત?
  • જ: ચાર્જશીટનાં 60 પાનામાં અમારી તપાસ કામગીરીનો ભાગ છે. અમારી પાસે મિ. રાજાએ લાઇસન્સની ફાળવણી કરવામાં આચરેલી ગેરરીતી દર્શાવતા પૂરતા પુરાવા હતા.
  • સ: તો તમને લાગે છે કે, તપાસ વધુ ચૂસ્ત રીતે થઈ શકી હોત?
  • જ: હું તે બાબતે કોઈ જ કૉમેન્ટ નહીં કરું. પણ જ્યાં સુધી તપાસને લાગેવળગે છે, ત્યાં સુધી હું એટલું કહીશ કે, એ તપાસ માટે સુપ્રીમ કોર્ટે અમારી સરાહના કરી હતી.
  • સ: પણ એ સમયે સુપ્રીમ કોર્ટ CBIની તપાસ પર દેખરેખ રાખવા એક કમિટી નીમવા નહોતી ઇચ્છતી?
  • જ: શરૂઆતમાં કોર્ટ એક દેખરેખ કમિટી બનાવે તેવી માંગણી થઈ હતી, પરંતુ અમે તેનો વિરોધ કર્યો હતો.
  • સ: તમને લાગે છે કે, તપાસ સંસ્થાઓએ વધુ સારી વ્યૂહરચના સાથે આ કેસને ઉચ્ચ અદાલતમાં ઉચ્ચ અદાલતમાં દાખલ કરવો જોઈએ?
  • આ બાબત હું હાલની વ્યવસ્થા પર છોડું છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા