રિસેપ્શનમાં પશ્મીના શાલમાં જોવા મળ્યા વિરાટ, લાલ સાડીમાં અનુષ્કા

ઇટલીમાં લગ્ન બાદ સ્ટાર દંપતીએ દિલ્હીમાં રિસેપ્શન આપ્યું, PM મોદી રહ્યા ઉપસ્થિત.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હાલ જ ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. ગુરૂવાર (21 ડિસેમ્બર 2017)ના રોજ આ નવદંપતીએ દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી આપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ રિસેપ્શનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા. વિરાટ અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રિસેપ્શનમાં અનુષ્કાએ લાલ રંગની સાડી પહેરી હતી. તો વિરાટ કોહલી કાળા રંગના કુર્તા પર પશ્મીનાની શાલ સાથે જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કાની જોડીને ભારતીય મીડિયામાં 'વિરુષ્કા' નામ અપાયું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ રિસેપ્શન પાર્ટી દિલ્હીના તાજ ડિપ્લોમેટિક એનક્લેવમાં રાખવામાં આવી હતી. વિરાટ દિલ્હીના રહેવાસી છે.

ઇમેજ સ્રોત, TWITTER/@PMOINDIA

ઇમેજ કૅપ્શન,

રિસેપ્શનના એક દિવસ પહેલા વિરાટ અને અનુષ્કાએ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બન્નેએ વડાપ્રધાન મોદીને રિસેપ્શનનું નિમંત્રણ પણ આપ્યું હતું.

ઇમેજ સ્રોત, JOSEPH RADHIK

ઇમેજ કૅપ્શન,

વિરાટ અને અનુષ્કા 26 ડિસેમ્બરના રોજ મુંબઈમાં પણ રિસેપ્શન પાર્ટી આપશે.

ઇમેજ સ્રોત, TWITTER/ANUSHKA SHARMA

ઇમેજ કૅપ્શન,

11 ડિસેમ્બરે લગ્ન બાદ વિરાટ અને અનુષ્કાએ ટ્વિટર પર લગ્નની તસવીર શેર કરી હતી. લગ્નમાં ખૂબ જ ખાસ મિત્રો અને પરિવારજનોને જ બોલાવવામાં આવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન,

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લાંબા સમયથી પ્રેમમાં હતાં. બન્નેએ કેટલીક જાહેરાતોમાં સાથે કામ કર્યું છે.