'લાલુ પ્રસાદ યાદવે જે જેલ બનાવી હવે તે તેમાં જ રહેશે'

ફોટો Image copyright Getty Images

બિહારના બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને રાંચીની સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ત્રણ જાન્યુઆરીએ તેમને સજા સંભળાવવામાં આવશે.

લાલુ પ્રસાદ યાદવ દોષી જાહેર થયા બાદ સોશિઅલ મીડિયામાં લોકોએ આ અંગે પોતાના અભિપ્રાયો આપવાનું શરૂ કર્યું હતું.

તમને આ વાંચવું પણ ગમશે:

સુબ્રત સૌરભ નામનાં યૂઝરે કટાક્ષ કરતા જણાવ્યું કે એવા પૈસા શું કામના જે જજને ના ખરીદી શકે?

વૈશાલી નામનાં યૂઝરે જણાવ્યું હતું કે આ પ્રકારના ચુકાદા આપણો વિશ્વાસ ન્યાયતંત્રથી હટવા દેતા નથી.

અભિજીત નામનાં યૂઝરે એક ફોટો દર્શાવી અન્ય મુદ્દા સાથે આ વાત જોડી હતી.

આપ ઇન્ડિયા નામનાં યૂઝરે જણાવ્યું હતું કે અમે મુશ્કેલ સમયમાં આરજેડી સાથે ઊભા છીએ.

@molllzzzzyyy નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે લાલુને તેમનો પ્રસાદ હવે મળ્યો.

આશિષ ઓઝા નામનાં યૂઝરે જણાવ્યું હતું કે 2G અને ઘાસચારામાં અંતર એ છે કે પશુઓની હાય મનુષ્યોથી વધારે પ્રભાવકારી હોય છે.

@kunnuneeraj નામનાં યૂઝરે જણાવ્યું હતું કે જ્યાં સુધી સમોસામાં બટાટા રહેશે, ત્યાર સુધી તિહાડ઼માં લાલુ રહેશે.

@d_rulebreaker નામનાં યૂઝરે ભેંસનો ફોટો અપલોડ કરી જણાવ્યું કે હજુ તો પાર્ટી શરૂ થઈ છે.

ગૌરવ નામનાં યૂઝરે જણાવ્યું કે બિરસા મુંડા જેલ લાલુ પ્રસાદ યાદવે બનાવી હતી અને હવે તેઓ ત્યાં ખુશીથી રહેશે.

આયુઝ જૈન નામનાં યૂઝરે ટ્વીટ કરી હતી કે ચાલો મનુષ્યોને તો નહીં પરંતુ ભેંસોને તો યોગ્ય ન્યાય મળ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો