ગુજરાતના આ પોલીસ અધિકારીએ કરી હતી લાલુ યાદવની ધરપકડ

રાકેશ અસ્થાના

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલના સળિયા પાછળ ધકેલવામાં ગુજરાતના પોલીસ અધિકારીની મુખ્ય ભૂમિકા રહી છે, એમ કહીએ તો ખોટું નહીં હોય.

ગુજરાત કૅડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાએ 1997માં તેમના સીબીઆઈમાં કાર્યકાળ દરમિયાન આ કૌભાંડની તપાસ સંભાળી હતી અને તેની ચાર્જશીટ પણ તૈયાર કરી હતી.

જેમાં એક આરોપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું નામ પણ હતું.

એ સમયે જ્યારે લાલુ પ્રસાદ યાદવ માત્ર બિહાર જ નહીં, દેશના સૌથી શક્તિશાળી નેતાઓમાં સ્થાન ધરાવતા હતા ત્યારે રાકેશ અસ્થાનાએ જ તેમની ધરપકડ કરી હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

રાકેશ અસ્થાના હાલ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર છે.

કોણ છે રાકેશ અસ્થાના?

તેઓ 1984 બેચના ગુજરાત કેડરના IPS ઑફિસર છે.

તેઓ 1992થી 2002 વચ્ચે સીબીઆઈમાં સેવા આપી રહ્યા હતા.

ડિસેમ્બર 2016થી 2017 સુધી તેમણે સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી.

તેમની નિમણૂક વિશે વિવાદ પણ થયો હતો, પરંતુ આખરે તેમની નિમણૂકનો યોગ્ય ઠેરવવામાં આવી હતી.

હાલમાં તે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કાર્યરત્ છે.

વર્ષ 2002માં જ્યારે ગોધરા સ્ટેશને સાબરમતી એક્સ્પ્રેસના એસ-6 કોચમાં આગ લાગી હતી, ત્યારે સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ કેસની તપાસમાં રાકેશ અસ્થાનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ગુજરાતમાં પોતાના કાર્યકાળ દરમિયા રાકેશ અસ્થાના સુરત અને વડોદરાના કમિશનર ઓફ પોલીસ તરીકે અને અમદાવાદ શહેરના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

મહત્વના મામલાની તપાસ

રાકેશ અસ્થાનાએ દેશના ચર્ચિત ચારા કૌભાંડની તપાસ કરી હતી. તેમણે આ તપાસ ટીમની આગેવાની લીધી હતી.

1997માં સીબીઆઈ સુપરિન્ટેન્ડન્ટ તરીકે રાકેશ અસ્થાનાએ જ લાલુ પ્રસાદ યાદવની ધરપકડ કરી હતી.

તેઓ 2001 સુધી ચારા કૌભાંડની તપાસનો ભાગ હતા.

આ સિવાય તેમણે 2002માં ગોધરામાં થયેલ સાબરમતી એક્સપ્રેસ રેલ દુર્ઘટનાની પણ તપાસ કરી હતી.

રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળમાં લાલુ પ્રસાદ યાદવ અને પરિવાર જેમાં સંકળાયેલો હતો એ હોટેલના સોદાના કેસની તપાસ પણ તેમણે કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો