જે નવાઝુદ્દીનને શિવસેનાએ રામલીલા નહોતી કરવા દીધી તે જ બન્યા ઠાકરે

ઠાકરે ફિલ્મમાં નવાઝુદ્દીન

બાલ ઠાકરે, મહારાષ્ટ્રની રાજનીતિનું એ નામ, જેણે ક્યારેય ન તો ચૂંટણી લડી કે ન તો કોઈ રાજનૈતિક પદનો સ્વીકાર કર્યો.

બાલ ઠાકરેની જિંદગી પર ફિલ્મ 'ઠાકરે' આવી રહી છે. ફિલ્મમાં બાલ ઠાકરેનો રોલ ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગરથી મુંબઈ પહોંચેલા નવાઝુદ્દીન સિદ્દીકી નિભાવી રહ્યા છે.

મોટાભાગે શિવસેના ઉત્તર પ્રદેશ એને બિહારથી મહારાષ્ટ્ર આવેલા લોકોનો વિરોધ કરતી આવી છે.

તમને આ પણ વાંચવું ગમશે

આવામાં ઉત્તર પ્રદેશમાં જન્મેલા નવાઝુદ્દીનનો આ રોલ નિભાવવો ઘણું રસપ્રદ છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2019ના રિલીઝ થશે.

આ ફિલ્મને શિવસેના સાંસદ સંજય રાઉતે લખી છે. અભિજિત પાનસેએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે.

ફિલ્મનું ટીઝર રિલીઝ કરતી વખતે નવાઝુદ્દીને કહ્યું કે મને આવી મહાન હસ્તીનો રોલ કરવાનો મોકો મળ્યો છે, જેને દુનિયાનો કોઈ પણ કલાકાર કરવા ઇચ્છતો હોય છે.

તેમણે સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે અને અભિજિત પાનસેનો આભાર માન્યો હતો.

ફિલ્મનું ટીઝર નવાઝુદ્દીને ટ્વીટ કરીને શેયર પણ કર્યું હતું. તેમણે લખ્યું કે આ રોલ નિભાવવો જ ગર્વ અને સન્માનની વાત છે.

ફિલ્મનું ટીઝર અમિતાભ બચ્ચને રિલીઝ કર્યું હતું. નવાઝુદ્દીને આ સમયે એક વીડિયોમાં મરાઠી બોલતા પણ દેખાયા હતા.

તેમની મરાઠી સાંભળી કોઈ ન કહી શકે કે તેઓ મરાઠી નથી. તેમણે કહ્યું કે મરાઠી બોલવા પાછળ તેમને પ્રેરણા બાલ ઠાકરેથી મળી છે.

લુક્સની વાત કરીએ તો નવાઝુદ્દીન સિદ્દીકી બાલ ઠાકરેના રોલમાં બિલકુલ ફિટ લાગી રહ્યા છે. સિદ્દીકીના લુકની ચર્ચા સોશિઅલ મીડિયા પર પણ થઈ રહી છે.

જ્યારે શિવસેનાએ નવાઝને નહોતી કરવા દીધી રામલીલા

ગયા વર્ષે નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના ગામની રામલીલામાં ભાગ લેવા માંગતા હતા પરંતુ લઈ શક્યા નહોતા.

ત્યારે તેમણે ટ્વીટ કર્યું હતું કે મારા બાળપણનું સપનું આ વર્ષે પૂર્ણ ન થયું પરંતુ આવતા વર્ષે ચોક્કસ ભાગ લઈશ.

નવાઝુદ્દીન સિદ્દીકી મુઝ્ઝફરનગરના બુઢાનાના રહેનાર છે. તેઓ રામલીલામાં મારીચનો રોલ નિભાવવાના હતા.

પરંતુ આયોજકો મુજબ સ્થાનિક શિવસેનાના લોકોએ કહ્યું કે તેઓ મુસ્લિમ છે એટલે તેમને રામલીલાથી બહાર કરવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો