પ્રેસ રિવ્યૂ: ભાજપના ધારાસભ્યએ કહ્યું ગાયની તસ્કરી કરશો તો આ રીતે જ મરશો

ગાયની તસવીર Image copyright Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજસ્થાનના ભાજપના ધારાસભ્યે ગૌહત્યા મામલે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

જ્ઞાન દેવ આહુજાના નામના ભાજપના ધારાસભ્યે શનિવારે કહ્યું હતું કે ગૌહત્યા કે ગાયની તસ્કરી કરનારને મારી નાખવામાં આવશે.

ગાયની કથિત તસ્કરી મામલે રાજસ્થાનના અલવર જિલ્લામાં ઝાકિર નામના એક વ્યક્તિની ધરપકડ બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.

ઝાકિરને કથિત રીતે ધરપકડ પહેલા ટોળાં દ્વારા માર મારવામાં આવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

જ્ઞાન દેવે કહ્યું હતું કે મારું તો સીધે સીધું કહેવાનું છે કે ગાયની તસ્કરી કે ગાયની હત્યા કરશો તો આ રીતે જ મરશો.

આહુજાએ માર મામલે બોલતા કહ્યું કે ટોળાંએ ઝાકિરને માર માર્યો નથી.


શિવસેનાએ રાહુલ ગાંધીના વખાણ કર્યા

Image copyright SANJAYRAUT

ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ શિવસેના મુખપત્ર સામનામાં લખાયેલા લેખમાં રાહુલ ગાંધીના વખાણ કરવામાં આવ્યાં છે.

સામનાએ લખ્યું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની ચૂંટણીઓમાં જીત હાંસલ ન કરી હોય પરંતુ જીતવા માટેના પ્રયત્નોમાં ક્યાંયે કચાસ નથી છોડી.

સામનાના એક્ઝીક્યુટીવ એડિટર સંજય રાઉતના મત પ્રમાણે રાહુલ ગાંધી જેમને પપ્પુ તરીકે સંબોધવામાં આવતા હતા તેમણે તેમનાં નામ વિશેની ભ્રમણા તોડી છે.

વધુમાં રાઉતે ઉમેર્યું હતું કે ગુજરાતની ચૂંટણીનો જંગ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે હોય, રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરસેવો છોડાવી દીધો હતો.


પ્રિયંકાને ડોક્ટરેટની પદવી

Image copyright Getty Images

ધ હિન્દૂમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ પ્રિયંકા ચોપરાને બરેલી ઇન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી નવાજવામાં આવશે.

આ પદવીદાન સમારોહમાં પર્યાવરણ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને ઉત્તર પ્રદેશના નાણાંમંત્રી રાજેશ અગ્રવાલની હાજરીમાં યુનિવર્સિટીના કુલપતિ કેશવ કુમાર અગ્રવાલ પ્રિયાંકાને પદવીથી નવાજશે.

પ્રિયંકા પાંચ વર્ષ પછી તેના વતન બરેલીમાં આવશે. તેના કુટુંબીજનોએ પ્રિયંકા દ્વારા મેળવેલી સિદ્ધિઓ વિશે ખુશી વ્યક્ત કરી હતી.

તેને આપવામાં આવી રહેલી માનદ પદવી વિશે પણ ગર્વ અનુભવી રહ્યાનું અહેવાલમાં લખવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો