ByeBye2017: બોલિવુડની એ હસ્તીઓ જેમણે 2017માં દુનિયાને અલવિદા કહી
બોલિવુડની એ પ્રતિભાઓને શ્રદ્ધાંજલિ જેમણે 2017માં અંતિમ શ્વાસ લીધા.

ઇમેજ સ્રોત, Getty Images
6 જાન્યુઆરી 2017ના રોજ બોલિવુડ અભિનેતા ઓમ પુરીનું 66 વર્ષની વયે નિધન થયું હતું. ભારત સરકારે તેમને વર્ષ 1990માં પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજ્યા હતા.
ઇમેજ સ્રોત, Getty Images
27 એપ્રિલ 2017ના રોજ બોલિવુડ અભિનેતા અને સંસદસભ્ય વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન થયું હતું. જેઓ ભારત સરકારમાં પર્યટન મંત્રી પણ રહી ચૂક્યા હતા.
ઇમેજ સ્રોત, HUM SATH SATH HAI FILM
17 મે 2017ના રોજ બોલિવુડ અભિનેત્રી રીમા લાગુનું 59 વર્ષની વયે નિધન થયું હતું. જેમણે અનેક ફિલ્મોમાં માતાની ભૂમિકા કરી હતી.
ઇમેજ સ્રોત, InDER KUMAR FAMILY
28 જુલાઈ 2017ના રોજ બોલિવુડ અભિનેતા ઇંદર કુમારનું 43 વર્ષની વયે નિધન થયું હતું. જેમણે ફિલ્મો અને ટીવી સીરિઝમાં અભિનય કર્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
29 સપ્ટેમ્બર 2017ના રોજ ઇન્ડો-અમેરિકન અભિનેતા ટૉમ ઑલ્ટરનું 67 વર્ષની વયે નિધન થયું હતું. તેમને ભારત સરકારે વર્ષ 2008માં પદ્મશ્રી ઍવૉર્ડથી નવાજ્યા હતા.
7 ઑક્ટોબર 2017ના રોજ બોલિવુડ ડિરેક્ટર કુંદન શાહનું 69 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને ફિલ્મ ‘જાને ભી દો યારો’ અને ટીવી સીરિઝ ‘નુક્કડ’ માટે યાદ કરવામાં આવે છે.
4 ડિસેમ્બર 2017ના રોજ બોલિવુડ અભિનેતા અને ડિરેક્ટર શશી કપૂરનું 69 વર્ષની વયે અવસાન થયું હતું. જેમને ભારત સરકારે વર્ષ 2011માં પદ્મ ભૂષણ ઍવૉર્ડથી નવાજ્યા હતા. તેમને વર્ષ 2014માં દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.