જુઓ અમદાવાદમાં કોરિયન ક્રિસમસ

જુઓ અમદાવાદમાં કોરિયન ક્રિસમસ

અમદાવાદમાં છેલ્લા આઠ વર્ષથી એક કોરિઅન પરિવાર વસી રહ્યો છે.

પોતાના દેશથી દૂર અમદાવાદમાં આ પરિવારના સભ્યો કોરિયન સંસ્કૃતિ પ્રમાણે ક્રિસમસની ઉજવણી કરે છે.

હી સન લી કહે છે કે હું કોરિયામાં હતી ત્યારે કોરિયન સંસ્કૃતિ પ્રમાણે મારા પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસ ઊજવતી હતી.

પણ જ્યારે હું ગુજરાતમાં આવી તો મને બહુ એકલું લાગતું હતું કારણ કે અહીં ક્રિસમસની ઉજવણી નથી થતી.

કોરિયામાં ક્રિસમસની ઉજવણી ધામધૂમથી થાય છે.

મને ત્યાં ક્રિસમસ સમયે પડતો બરફ યાદ આવે છે.

હું પ્રાર્થના કરૂં છું કે ભારત હંમેશા એક બની રહે. તેની એકતા જ તેની તાકાત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો