પ્રેસ રિવ્યૂ: ‘વિરુષ્કા’ને અભિનંદન આપવા પહોંચી હસ્તીઓ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા Image copyright Getty Images
ફોટો લાઈન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું રિસેપ્શન મુંબઈની સેન્ટ રેજીસ હોટલમાં યોજાયું હતું.

દિલ્હી બાદના આ રિસેપ્શનમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ મોટી સંખ્યામાં પહોંચી હતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ આ રિસેપ્શનમાં શાહરૂખ ખાન, કેટરિના કૈફ, રણબિર કપૂર સહિતના સેલેબ્સ પહોંચ્યા હતા.

આ સિવાય સચિન તેંડુલકર, ઝહિર ખાન, યુવરાજ સિંહ, રવિન્દ્ર જાડેજા સહિતના ક્રિકેટર્સ, મુકેશ અંબાણી પરિવાર અને જાણીતા રાજકારણીઓ પણ રિસેપ્શનનમાં સામેલ થયા હતા.

તમને આ પણ વાંચવું ગમશે


'અમદાવાદનું નામ કર્ણાવતી કરો'

સંદેશના અહેવાલ મુજબ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણિયનન સ્વામીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

સુબ્રમણિયનન સ્વામીએ ટ્વીટ કરી હતી કે હું અમદાવાદને તેનું મૂળ નામ કર્ણાવતી આપવા માટે વડાપ્રધાનને આગ્રહ કરું છું.

તેમણે એમ પણ લખ્યું હતું કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીના હતા ત્યારે તેમણે પણ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહને પણ આ મામલે પ્રસ્તાવ મોકલ્યો હતો.

"હવે નરેન્દ્ર મોદી ખુદ વડાપ્રધાન છે, તેથી તેમણે એ દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવું જોઇએ."


વિજય રૂપાણીની શપથવિધિમાં નરેન્દ્ર મોદીએ કરી મજાક

Image copyright TWITTER

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના શપથગ્રહણ સમારંભ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી સાથે તેમના પુત્રના લગ્નને વિશે વાતચીત કરી.

સુશીલ મોદીએ મંચ પર વડાપ્રધાન સાથેની સંક્ષિપ્ત વાતચીત વિશે ટ્વીટ કરતા કહ્યું કે, 'પીએમ મોદીએ પૂછ્યું કે તેજપ્રતાપની ધમકી છતાં પુત્રના લગ્ન ધામધૂમથી થઈ ગયાને?'

નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ 22 નવેમ્બરે બિહારના ઔરંગાબાદમાં એક સભાને સંબોધિત કરતાં તેજપ્રતાપે કહ્યું હતું કે હું સુશીલ મોદીના પુત્રના લગ્નમાં જઇશ તો તેમની પોલ ખોલી નાખીશ.

તેજપ્રતાપે કહ્યું હતું કે સુશીલ મોદીએ ફોન પર પુત્રના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. આ નિમંત્રણ અમારા પરિવારને લગ્નમાં બોલાવી બદનામ કરવા માટે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો