શા માટે યુવરાજ સિંહે શોએબ અખ્તરને 'વેલ્ડર' કહ્યા?

શોએબ અખ્તર Image copyright Getty Images

રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર મેદાન પર પોતાની બૉલિંગ અને ગરમ મિજાજના લીધે ઘણી વખત ચર્ચાનો વિષય બન્યા છે.

સચિન તેંડૂલકર હોય કે યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનમાં તેમની માથાકૂટ ભારતીય ખેલાડીઓ સાથે થતી જ રહી છે.

આ ખેલાડી ક્રિકેટના મેદાનમાં તો એકબીજાના પરસેવા છોડે જ છે પણ સાથે સાથે એકબીજાના કટાક્ષનો જવાબ પણ આપતા રહે છે.

થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક ટીવી ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે યુવરાજ સિંહે શોએબ અખ્તરને રૂમમાં ઘૂસીને માર માર્યો હતો.

જો કે આ વિશે જ્યારે શોએબ અખ્તરને સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ સવાલને ટાળતા કહ્યું હતું કે તે તો મજાકમાં થયું હતું.


યુવરાજનો કટાક્ષ

Image copyright Getty Images

યુવરાજ સિંહે ફરી એક વખત શોએબ અખ્તર પર કટાક્ષ કર્યો છે. જોકે, આ વખતે મેદાન ક્રિકેટનું નહીં, પણ ટ્વિટરનું છે.

વાત જાણે એમ છે કે, શોએબ અખ્તરે એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું, "માત્ર કડક મહેનત જ તમારા સ્વપ્નને સાકાર કરી શકે છે."

આ ટ્વીટમાં તેમણે પોતાની એક તસવીર પણ શૅર કરી હતી જેમાં પ્રેરણાત્મક લાઇનો લખવામાં આવી હતી.

તસવીરમાં શોએબ અખ્તર હાથમાં મોજાં પહેરીને હેલમેટ લઇને ઊભેલા જોવા મળી રહ્યા છે.

તસવીરમાં લખાયેલી ડ્વેન જૉનસનની લાઇન છે - "પોતાનાં લક્ષ્ય મામલે મહત્વકાંક્ષી થવાથી ડરો નહીં. કડક મહેનત ક્યારેય રોકાતી નથી અને તમારાં સ્વપ્નએ પણ રોકાવું ન જોઈએ."

Image copyright TWITTER

શોએબના આ ટ્વીટ પર યુવરાજ સિંહે જવાબ આપ્યો અને મેદાન મારી લીધું.

યુવરાજ સિંહના ટ્વીટને 900 કરતા વધુ લોકોએ રીટ્વીટ કર્યું હતું. આ તરફ શોએબના ટ્વીટને લગભગ 200 લોકોએ રીટ્વીટ કર્યું હતું.

યુવરાજ સિંહે લખ્યું, "એ તો ઠીક છે ભાઈ, પરંતુ તમે વેલ્ડીંગ કરવા ક્યાં જઈ રહ્યા છો."


લોકોએ પણ મજાક ઉડાવી

Image copyright TWITTER

શોએબના ટ્વીટ પર એક યુઝર્સ @SmMadhukumarએ લખ્યું, "જો તમે થોડી વધારે મહેનત કરી હોત તો તમે બૉલિંગના આદર્શ બની શકતા હતા."

Image copyright TWITTER

વધુ એક ઉપભોક્તા @pancham_santoshએ લખ્યું, "સર, મેં પહેલી વખત તમને બૉલિંગ કરતા ટીવી પર જોયા તો મને લાગ્યું કે બુલેટ ટ્રેન ખેતરમાં દોડી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો