નવા વર્ષમાં વૉટ્સએપની એન્ટ્રી મોડી થઈ!

વૉટ્સએપની તસવીર Image copyright REUTERS

નવા વર્ષની ઉજવણી પુરા વિશ્વમાં કરવામાં આવી રહી છે. રસ્તા પરથી લઈને વર્ચ્યૂલ વિશ્વ સુધી.

પરંતુ મેસેજિંગ એપ વૉટ્સઅપ 2018 આવતાની સાથે જ થોડા સમય માટે ડાઉન થઈ ગયું હતું.

શક્ય છે કે મોટાભાગના લોકોએ નવા વર્ષની શુભકામનાઓ આપતા મેસેજ કરવાનું શરૂ કરતા કદાચ વૉટ્સએપ ડાઉન થયું હોય. જોકે, હાલ વૉટ્સએપ કામ કરી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ વૉટ્સએપ બંધ થતા ફરિયાદ સ્વરૂપે કટાક્ષ કર્યો હતો. #whatsappdown ટ્વીટર પર ટ્રેન્ડ પણ કરી રહ્યું હતું.

તમને આ વાંચવું પણ ગમશે:

આદિત્ય લખે છે, "ભારતમાં વૉટ્સએપ કામ નથી કરી રહ્યું, નવા વર્ષના ફૉરવર્ડ મેસેજ મોકલવાથી આમ થયું."

વૉટ્સએપ માત્ર ભારતમાં જ બંધ નહોતું રહ્યું. વિશ્વના અન્ય દેશોમાંથી પણ લોકોએ ફરિયાદ કરી હતી.

સ્ટીફને લખ્યું, "આ રીતે વૉટ્સએપે 2018માં પ્રવેશ કર્યો."

નવનીત પાંડેએ લખ્યું, "મને લાગે છે કે વૉટ્સએપ નવા વર્ષની ઉજવણી કરવા માટે ગયું છે."

જૉન રયાંસે લખ્યું, "વૉટ્સએપ ડાઉન થવાને કારણે મેં ઇન્ટરનેટનું નવું પેક લીધું છે."

મોલોકો નામના યૂઝરે લખ્યું, "શું વૉટ્સએપ બે દિવસ માટે કામ કરવાનું બંધ કરી શકે છે. કારણ કે નવા વર્ષની શુભકામના આપનારા લાંબા મેસેજથી બચી શકાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો