પ્રિયંકા, કરીનાથી લઈ અક્ષયે કેવી રીતે કરી નવા વર્ષની ઉજવણી?

શિલ્પા શેટ્ટી Image copyright INSTAGRAM

દુનિયાભરમાં સામાન્ય માણસોથી લઈને મોટી હસ્તીઓએ 2018નાં વર્ષનાં આગમનને ઊજવ્યું હતું.

જેમાં બોલિવુડ સ્ટાર્સ પણ પાછળ નથી રહ્યા. તેમણે પોતાના ખાસ અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યું.

બોલિવુડની અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના નજીકના મિત્રો સાથે બાલીમાં પાર્ટી કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

શિલ્પા શેટ્ટીની જો વાત કરવામાં આવે તો શિલ્પાએ નવા વર્ષને પરિવાર સાથે ઊજવવાનું નક્કી કર્યું હતું.

શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા અને પોતાના દીકરા સાથે દુબઈમાં ઉજવણી કરતાં દેખાયાં હતાં.

કરીના કપૂરની વાત કરીએ તો કરિના સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે સ્વિટ્ઝરલૅન્ડમાં નવા વર્ષને ઉજવવા પહોંચ્યાં હતાં.

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે આફ્રિકામાં પરિવાર સાથે ઉજવણી કરી હતી.

સોનમ કપૂરે ફ્રાન્સનાં પેરિસમાં વર્ષ 2017ને વિદાય આપી હતી.

સુશાંત સિંહ રાજપૂતે પોતાના મિત્રો સાથે યુરોપના ઊંચા પહાડ એલ્પ્સનું આરોહણ કરવાનું શરૂ કર્યું.

જૅક્લીન ફર્નાન્ડિઝે બાલીમાં પરાવાર સાથે 2018નાં વર્ષનું સ્વાગત કર્યું હતું.

પ્રિયંકા ચોપડાએ લંડનમાં પોતાના પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો