બ્લૉગ: મહિલાઓની નજરે આ વર્ષની હિંદી ફિલ્મો પર એક નજર

ઇરફાન ખાન સાથે પાર્વતી Image copyright TWITTER @IRRFANK
ફોટો લાઈન 'કરીબ કરીબ સિંગલ' ફિલ્મના એક દૃશ્યમાં ઇરફાન ખાન સાથે પાર્વતી

એ વાતને એક વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે, પરંતુ મલયાલમ ફિલ્મ 'કસાબા'નો એ ડાયલૉગ મારાં જેવાં સિનેમા પ્રેમીઓના મગજમાં હજુ પણ તાજો છે.

આ ફિલ્મના એક દૃશ્યમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા મમૂટી પોતાના સાથી મહિલા પોલીસ અધિકારીનો બેલ્ટ ખેંચે છે અને કહે છે કે તેઓ ઇચ્છે તો એવું કરી શકે છે કે જેનાથી તેમનાં પીરિયડ્સ અટકી જાય.

'કરીબ કરીબ સિંગલ'માં કામ કરી ચૂકેલાં અભિનેત્રી પાર્વતીએ થોડાં દિવસ પહેલા જ આ વિશે ઉલ્લેખ કર્યો હતો અને મમૂટીના પ્રશંસકોએ તેમને ટ્રોલ કર્યાં હતાં.

એ વાતનો ઉલ્લેખ થતાં જ મને યાદ આવ્યું કે આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મો, તેનાં મહિલા પાત્રો, મહિલા નિર્દેશકો અને નિર્માતાઓને ધ્યાનમાં રાખીને જોતાં કેવી હશે?

શાહરૂખ, આમિર અને સલમાન જેવા હીરોને બાદ કરતા, એક નજર કરીએ વર્ષ 2018ની હિંદી ફિલ્મો પર મહિલાઓનાં દૃષ્ટિકોણથી.

તમને આ પણ વાંચવું ગમશે


વીરે દી વેડિંગ

Image copyright TWITTER @VDWTHEFILM

વર્ષ 2018માં એવી ફિલ્મો જોવા મળશે કે જેમાં પુરુષ નહીં, પણ મહિલા મિત્રોની વાત હશે.

ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં ચાર મિત્રો - કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસણિયાની વાત છે.

મોટાભાગની ફિલ્મોમાં પુરુષોની મિત્રતાના કિસ્સા જ બતાવવામાં આવે છે.

ચાહે તે ફિલ્મ વર્ષ 1964માં આવેલી 'દોસ્તી' હોય, 'શોલે' હોય, 'દિલ ચાહતા હૈ' હોય કે પછી 'જિંદગી ના મિલેગી દોબારા' હોય.

મહિલાઓની મિત્રતાને પડદા પર જોવી ખૂબ રસપ્રદ સાબિત થઈ શકે છે.


મણિકર્ણિકા- ધ ક્વીન ઑફ ઝાંસી

Image copyright MANIKARNIKA THE QUEEN OF JHANSI MOVIE

ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'સિમરન' બાદ કંગના રનૌત ફરી એક વખત મહિલા પ્રધાન ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.

આ ફિલ્મથી પ્રખ્યાત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ડેબ્યૂ કરી રહ્યાં છે.

કંગનાની ફિલ્મ 'સિમરન' બૉક્સ ઓફિસ પર ખાસ કલેક્શન મેળવી શકી ન હતી.

છેલ્લા કેટલાંક વર્ષો પર નજર ફેરવીએ તો કંગનાએ આ પ્રકારની ફિલ્મો કરવામાં મહારત મેળવી લીધી છે.

આવી ફિલ્મોમાં એક અભિનેત્રી તરીકે તેમને સારી અને રસપ્રદ ભૂમિકા ભજવવાની તક મળે છે.


હિચકી

Image copyright YASHRAJ FILMS

જ્યારે કોઈ હીરો પિતા બન્યા બાદ કોઈ ફિલ્મ કરે છે, તો કદાચ જ એવી હેડલાઇન વાંચવા મળી હશે કે 'પિતા બન્યા બાદ સ્ક્રીન પર પરત ફર્યા.'

પરંતુ રાની મુખર્જીની નવી ફિલ્મ 'હિચકી' માટે આવી હેડલાઇન જોવા અને સાંભળવા મળી રહી છે.

ગત વર્ષે માતા બનેલાં રાની ફિલ્મ 'હિચકી'માં જોવા મળશે.

ફિલ્મમાં તેઓ બોલવા સાથે સંકળાયેલી બીમારી 'ટૂરેટ સિન્ડ્રોમ'થી પીડિત શિક્ષિકાની ભૂમિકા ભજવી છે.

હાર્દિકના દબાણથી ધાનાણીને મળ્યું નેતા પ્રતિપક્ષનું પદ?


મહિલા નિર્દેશક- નિર્માતાની ફિલ્મો

મેઘના ગુલઝાર

Image copyright MEGHNA GULZAR INSTAGRAM

નિર્દેશક મેઘના ગુલઝાર આ વર્ષે 'રાજી' નામની ફિલ્મ લઈને આવી રહ્યાં છે.

આ ફિલ્મમાં એક કશ્મીરી યુવતી (આલિયા ભટ્ટ)ની વાત છે. જે પાકિસ્તાની અધિકારી સાથે લગ્ન કરે છે અને ભારતીય ગુપ્તચર એજન્સી માટે કામ કરવાં લાગે છે.

આ ફિલ્મ હરિન્દર સિક્કાના પુસ્તક 'કૉલિંગ સહમત' પર આધારિત છે.

મેઘના ગુલઝારે વર્ષ 2002માં સરોગેસી જેવા વિષય પર ફિલ્મ બનાવી હતી.

એ ફિલ્મ એવા સમયે બનાવવામાં આવી હતી, જ્યારે આ મુદ્દા પર ભારતમાં વાત પણ થતી ન હતી.


અનુષ્કા શર્મા

Image copyright PARI MOVIE

વર્ષ 2018માં અનુષ્કા શર્મા ફરી એક વખત એક્ટર- પ્રોડ્યુસરની ભૂમિકામાં જોવા મળશે.

અનુષ્કા 'પરી' નામની ફિલ્મમાં અભિનય આપી રહ્યાં છે. તેઓ એ ફિલ્મનાં નિર્માતા પણ છે.

નિર્માતા તરીકે આ તેમની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેઓ 'ફિલૌરી' અને 'એનએચ 10' બનાવી ચૂક્યાં છે.


રીમા કાગતી

Image copyright AKSHAY KUMAR TWITTER

'હનીમૂન ટ્રાવેલ્સ' અને 'તલાશ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલાં રીમા કાગતી અક્ષય કુમાર અભિનિત ફિલ્મ 'ગોલ્ડ'નું નિર્દેશન કરી રહ્યાં છે.

આ ફિલ્મ હૉકી ખેલાડી બલબીર સિંહ અને ભારતીય હૉકીના વિષય પર આધારિત છે.

વર્ષ 1948માં ભારતીય હૉકી ટીમે ઑલિમ્પિકમાં 'ગોલ્ડ' જીત્યો હતો. બલબીર સિંહ એ ભારતીય ટીમના ખેલાડી હતા.


ઝોયા અખ્તર

Image copyright GULLY BOY MOVIE

રીમા કાગતી સાથે કામ કરી ચૂકેલાં ઝોયા અખ્તરના નિર્દેશનમાં નવી ફિલ્મ 'ગલી બૉય' 2018માં રિલીઝ થવાની છે.

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પહેલા ઝોયા અખ્તરે 'દિલ ધડકને દો' ફિલ્મમાં એક એવા પરિવારની વાત રજૂ કરી હતી કે જે તૂટવાની અણિ પર છે.

બહેન (પ્રિયંકા ચોપડા) બિઝનેસ સંભાળવા માગે છે પણ પિતા દીકરા (રણવીર સિંહ)ને બિઝનેસનો ભાર સોંપવા માગે છે.

તો આ તરફ 'જિંદગી ના મિલેગી દોબારા' ચાર મિત્રોની કહાણી હતી.

જેઓ એક રોડ ટ્રીપ દરમિયાન પોતાની જાતને ફરી એક વખત શોધવાનો પ્રયાસ કરે છે.

Image copyright TWITTER @PRIYANKACHOPRA

પ્રિયંકા ચોપડાએ પણ અમેરિકાની ચેનલ એબીસી માટે એક ટીવી શો બનાવવાનો કરાર કર્યો છે.

આ કાર્યક્રમ બૉલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત પર આધારિત હશે.

પરંતુ હિંદી સિનેમાની વાત કરીએ તો આજે પણ મહિલા નિર્દેશકો અને નિર્માતાઓની સંખ્યા ખૂબ ઓછી છે.

સેક્સિઝમ વિશે IBMના રિપોર્ટના મુજબ, ફિલ્મોમાં મહિલાઓની ભૂમિકાની વાત કરીએ તો તેમના માટે માત્ર સુંદર, આકર્ષક જેવા શબ્દોનો ઉપયોગ થાય છે.

જ્યારે પુરુષો માટે શક્તિશાળી અને સફળ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે.

મહિલાઓનાં સંદર્ભમાં લગ્ન, પ્રેમ શબ્દ આવે છે તો પુરુષોના સંદર્ભમાં ફાઇટિંગ જેવા શબ્દો જોડાય છે.

વધુ મહિલા નિર્દેશકો અને નિર્માતાઓના કારણે ફિલ્મોમાં સેક્સિઝમ નહિવત્ પ્રમાણમાં જોવા મળે તે જરૂરી નથી, પણ શરૂઆત તો થઈ જ શકે છે.

Image copyright Getty Images

2017માં મહિલા નિર્દેશકોએ બનાવી હોઈ અથવા તો મહિલાઓની વાત દર્શાવાઈ હોઈ એવી ફિલ્મોની ખૂબ જ પ્રશંસા થઈ હતી.

'અનારકલી ઑફ આરા', 'તુમ્હારી સૂલુ', 'સિક્રેટ સુપરસ્ટાર', 'પૂર્ણા' જેવી કેટલીક ફિલ્મોમાં અભિનેત્રીઓને રસપ્રદ ભૂમિકાઓ ભજવવાનો મોકો મળ્યો હતો.

તો 'લિપસ્ટિક અંડર માય બુરખા', 'ડેથ ઇન ધ ગંજ', 'રિબન', 'બરેલી કી બર્ફી' જેવી ફિલ્મોને અલંકૃતા શ્રીવાસ્તવ, કોંકણા સેન શર્મા, રાખી શાંડિલ્ય અને અશ્વિની ઐય્યર તિવારી જેવી મહિલાઓએ બનાવી હતી.

થોડાં વર્ષો પહેલા એક ટીવી જાહેરાત જોવા મળી હતી, જેમાં એક મહિલા પત્રકારના જવાબમાં શાહરૂખ ખાન કહે છે, હવે મારી ફિલ્મોમાં હીરોઇનનું નામ ક્રેડિટમાં હીરો પહેલા આવશે.

તો ચાલો, શરૂઆત અહીંથી જ કરવામાં આવે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો