પ્રેસ રિવ્યૂ: લાલુપ્રસાદને જેલમાં કિન્નરો કરે છે પ્રપોઝ!

લાલુપ્રસાદ યાદવ Image copyright Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે ચારા કૌભાંડમાં સજાના મુદ્દે સુનાવણી થઈ રહી હતી એ દરમિયાન લાલુપ્રસાદ સ્પેશિઅલ જજ પાસે ગયા હતા.

તેમણે તેઓને જણાવ્યું કે જેલમાં કિન્નર પણ કેદ છે. કિન્નરો તેઓને લગ્ન માટે પ્રપોઝ પણ કરે છે.

આ સાંભળીને કોર્ટ રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

સંદેશના અહેવાલ મુજબ લાલુપ્રસાદ યાદવે જજ શિવપાલ સિંહને કહ્યું હતું કે તેમને જેલમાં ઠંડી લાગે છે.

તેના જવાબમાં જજે જણાવ્યું હતું કે તમે જેલમાં તબલા વગાડો, તમને ઠંડી નહીં લાગે.

તમને આ પણ વાંચવું ગમશે


હજહાઉસ પણ ભગવા રંગે રંગાયું

Image copyright TWITTER

નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ઉત્તરપ્રદેશની સરકારે લખનૌના પ્રસિદ્ધ હજ હાઉસની બહારની દીવાલોને ભગવા રંગે રંગી છે.

આ હજ હાઉસથી હજયાત્રીઓ તેમની યાત્રાની શરૂઆત કરે છે. મક્કા જનારા યાત્રીઓની આ સ્થળે ચકાસણી કરાય છે અને તેમના દસ્તાવેજો જોવામાં આવે છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, હજ હાઉસને ભગવો રંગ અપાતાં વિરોધ પક્ષના કેટલાક લોકો નારાજ થયા છે અને તેનો વિરોધ પણ કર્યો છે.

અહેવાલ મુજબ, કોંગ્રેસના પ્રવક્તાએ આ કૃત્યને સરકારનો ઢોંગ ગણાવ્યું છે.


દસ રૂપિયાની નવી નોટ

Image copyright RBI.ORG.IN

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઈ)એ દસ રૂપિયાની નવી નોટની તસવીર બહાર પાડી છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, દસ રૂપિયાની જૂની નોટ પહેલાંની જેમ જ ચલણમાં રહેશે.

ચોકલેટી બ્રાઉન રંગની આ નોટની આગળની તરફ પહેલાંની જેમ જ ગાંધીજીની તસવીર છે, જ્યારે નોટના પાછળના ભાગમાં કોણાર્ક સ્થિત સૂર્ય મંદિરની તસવીર છે.

અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે સરકારે દસ રૂપિયાના મૂલ્યની એક અબજ નોટ છાપી લીધી છે, જેથી તેને બજારમાં સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો