પ્રેસ રિવ્યૂ: જજે લાલુના પશુપાલનના અનુભવને ટાંકીને કરી ટિપ્પણી

લાલુપ્રસાદ યાદવ Image copyright Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ લાલુપ્રસાદ યાદવને સાડા ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે. આ ઉપરાંત બંન્ને કેસમાં દસ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

21 વર્ષ જૂના કેસની સજાની સુનાવણી વખતે જજે કહ્યું કે આરોપીને પશુપાલનનો અનુભવ છે એટલે ઓપન જેલ યોગ્ય છે.

આ પહેલાં લાલુપ્રસાદે રમુજી ટિપ્પણી કરી હતી કે જેલમાં કિન્નરો તેમને પ્રપોઝ કરે છે.

ઠંડી માટે તેમણે ફરીયાદ કરી તો જજે પણ સામે કહ્યું હતું કે તબલા વગાડતા રહો, ઠંડી નહીં લાગે.

તમને આ પણ વાંચવું ગમશે


રાહુલ સામે થઈ શકે સંસદીય કાર્યવાહી

નવગુજરાત સમયના અહેવાલ મુજબ રાહુલ ગાંધીએ કરેલા એક ટ્વીટ બાદ વિવાદ છેડાયો છે.

આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડૂએ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલી છે.

ગત વર્ષના અંતમાં રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં નાણાંમંત્રીની અટક 'જેટલી'ને બદલે 'જેટલાઈ' લખી હતી.

આ ટ્વીટને લઈને ભાજપે સંસદસત્રમાં રાહુલ સામે નોટિસ આપી હતી.

આ મામલે કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિશેષાધિકાર ભંગના મામલે સરકારના પણ અનેક મંત્રીઓને નોટિસ મોકલી શકાય તેમ છે.


હજ હાઉસનો રંગ પાછો બદલાયો

Image copyright TWITTER

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશમાં હજ હાઉસને કરાયેલો કેસરી રંગ વિવાદ બાદ હટાવી લેવાયો છે.

આ મામલે સરકાર અને હજ સમિતિના નિવેદનને ટાંકવામાં આવ્યું છે. સમિતિએ કહ્યું હતું કે આ રંગ કોઈપણ ઉદ્દેશ વિના કરાયો હતો.

રાજ્ય હજ સમિતિએ કોન્ટ્રેક્ટર વિરુદ્ધ પગલાં લેવાની પણ વાત કરી છે.

હવે આ હજ હાઉસની બહારની દિવાલના રંગને ફરી આસપાસની સરકારી ઇમારતના રંગ જેવો સફેદ અથવા દૂધિયો રંગ કરી દેવાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો