રાષ્ટ્રગીત અંગે આ વાતો જાણો છો તમે?

રાષ્ટ્રધ્વજનો ફોટો Image copyright THINKSTOCK

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્ત્વનો ચુકાદો આપતાં સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવાની અનિવાર્યતાનો અંત લાવી દીધો છે.

આ પહેલાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાષ્ટ્રગીતને સિનેમાઘરોમાં વગાડવાના આવશ્યકતાવાળા ચુકાદામાં ફેરફાર કરી શકાય છે.

તમને આ વાંચવું પણ ગમશે :

ચીફ જજ જસ્ટિસ દીપક મિશ્રાની બેંચે 30 નવેમ્બરના રોજ 2016માં આપેલા એક આદેશ મુજબ સિનેમાઘરમાં ફિલ્મ શરૂ થતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત બનાવી દીધું હતું.

આ દરમિયાન સિનેમાઘરમાં હાજર દર્શકોએ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભું થવું ફરજિયાત હોય છે.


અગાઉ રાષ્ટ્રગીત અને સિનેમા વચ્ચેનો કંઈક આવો સંબંધ રહ્યો હતો

Image copyright Getty Images
ફોટો લાઈન ગત ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવા તેમજ તે સમયે ઉભા રહેવા આદેશ આપ્યા હતા
  • વર્ષ 1971ના પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઑનર કાયદા મુજબ જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં આવી રહ્યું હોય, ત્યારે તેમાં અડચણ ઊભી કરનારાને ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.
  • વર્ષ 1960 અને 1970ના દાયકામાં સિનેમામાં રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું પણ કોઈ ઊભું થતું ન હતું.
  • ભારતમાં રાષ્ટ્રગીતને લઈને જુદાં જુદાં રાજ્યોમાં એકસમાન કાયદો નથી. આ મુદ્દે ભારતનાં 29 રાજ્યોમાં અલગ અલગ નિયમો છે.
  • જેથી સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં એક સમાન કાયદો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.
  • નિર્ણયમાં કહેવાયું હતું કે દરેક થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય છે. રાષ્ટ્રગીત વાગતી સમયે સ્ક્રીન પર રાષ્ટ્રધ્વજનું ચિત્ર બતાવવામાં આવે અને તે દરમિયાન હાજર દરેક લોકો ઊભા રહે.
  • સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે થિયેટરના દરવાજા બંધ કરી દેવા જેથી અવર જવર થતી રોકી શકાય.
  • જો કે કોર્ટે દિવ્યાંગ લોકોને ઊભા રહેવામાંથી મુક્તિ આપી હતી.

તમને આ વાંચવું પણ ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ