સોશિઅલ : 'જિગ્નેશ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી'

જિગ્નેશ મેવાણીનો ફોટો

દલિત નેતા જિગ્નેશ મેવાણીએ તાજેતરમં દિલ્હી ખાતે 'યુવા હુંકાર રેલી'માં ભાગ લીધો હતો. જેમાં તેમણે મોદી સરકાર પર ચાબખાં માર્યા હતા.

મેવાણીએ પૂછ્યું હતું, "મારા એક હાથમાં 'ભારતનું બંધારણ' છે અને એક હાથમાં મનુ સ્મૃતિ છે. આપ શું ઇચ્છો છો?"

કોંગ્રેસના સમર્થનથી તેઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી વિજય મેળવ્યો છે.

હાર્દિક પટેલ પાટીદારોના તથા અલ્પેશ ઠાકોર એ ઓબીસી નેતા તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે જિગ્નેશ દલિત સમુદાયના ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.

ત્યારે બીબીસી ગુજરાતીએ પોતાના દર્શકોને 'કહાસુની'ના માધ્યમથી પ્રશ્ન કર્યો હતો, ''શું જિગ્નેશ મેવાણી રાષ્ટ્રીય સ્તર પર દલિત રાજકારણનો ચહેરો બની શકે છે?''

તેના પ્રતિભાવરૂપે લોકોએ અમને પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. જેમાંથી અમુક નીચે મુજબ છે.

તમને આ પણ વાંચવું ગમશે

જયંતી નામનાં યૂઝરે જણાવ્યું હતું કે 100 ટકા બની શકે છે પરંતુ એક કે બે વર્ષ ગુજરાતમાં જરૂર છે.

નિર્મલ કુમાર નામનાં યૂઝરે જણાવ્યું હતું કે હજુ પોતાની ક્ષમતા પુરવાર કરવી પડશે.

મેહુલ નામનાં યૂઝર અનુસાર જિગ્નેશ દલિત નેતા નથી. દલિતોના એક જ રોલ મોડેલ હતા અને રહેશે અને એ છે શ્રી બાબાસાહેબ આંબેડકર.

જબરદાન ગઢવી નામનાં યૂઝરે જણાવ્યું કે ક્યારેય નહીં બની શકે. તેમની વાણીમાં નમ્રતા નથી.

જીતેન્દ્ર નામનાં યૂઝરે જણાવ્યું કે હા તે બની શકે છે અને તમારે માનવું જોઇએ કે તેઓ દલિત નેતા છે.

જીતુ પટેલ નામનાં યૂઝરે જણાવ્યું કે તેમનામાં દલિત નેતા બનવાના એક પણ ગુણ નથી.

પ્રિયાંક નામનાં યૂઝરે જણાવ્યું કે તેઓ જે ઝડપથી આગળ વધી રહ્યાં છે તેનાથી લાગી રહ્યું છે કે તેઓ બની શકે છે.

યોગેશ પટેલ નામનાં યૂઝરે જિગ્નેશ મેવાણીની સરખામણી દીવડામાં ઘી પૂર્ણ થવાની પરિસ્થિતિ સાથે કરી.

ઇન્દ્રજીત નામનાં યૂઝરે જણાવ્યું કે ભાવિ મુખ્યમંત્રી ગુજરાત.

દિલીપ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે બધી જ જાતિના લોકો માટે બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો