સોશિયલ: 'હવે જજ જ દેશમાં ચીફ જસ્ટિસ પાસે ન્યાય માગી રહ્યા છે'

સુપ્રીમ કોર્ટની તસવીર Image copyright Reuters

સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયધીશોએ દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધી હતી.

સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું હતું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન જસ્ટિસો દ્વારા આવી રીતે પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હોય.

પોતાના નિવાસસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં સુપ્રીમ કોર્ટમાં બીજા નંબરના ન્યાયધીશ જે. ચેલમેશ્વરે કહ્યું:

"અમે ચારેય એ વાત સાથે સહમત છીએ કે જો આ સંસ્થાનને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે કોઈપણ દેશમાં લોકશાહી ટકી નહીં શકે."

"સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રએ સારી લોકશાહીની નિશાની છે."

તમને આ પણ વાંચવું ગમશે


સોશિલ મીડિયા પર ચર્ચા

Image copyright Twitter@Ish_Bhandari

સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોની પત્રકાર પરિષદ અંગે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે. હૅશટેગ ચીફ જસ્ટિસ અને પત્રકાર પરિષદ ટ્રેન્ડ થવા લાગ્યાં.

ઇશકરનસિંહ ભંડારીએ ટ્વીટ કર્યું "હવે ચીફ જસ્ટિસ પણ તેમનો પક્ષ રજૂ કરવા માટે પત્રકાર પરિષદ સંબોધશે."

Image copyright Twitter@RuchiraC

રુચિરા ચતુર્વેદીએ ટ્વીટ કર્યુ, "શું ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર મહાભિયોગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે?

"જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે નિર્ણય લેનાર અમે કોઈ નથી, દેશ આ અંગે ચુકાદો આપશે."

Image copyright Twitter@SandipGhose

સંદીપ ઘોષે ટ્વીટ કર્યું "શું જસ્ટિસ ચેલમેશ્વરના નેતૃત્વમાં યોજાયેલી પત્રકાર પરિષદએ બંધારણીય સંકટ તરફ અણસાર આપે છે?

"કદાચ એવું બની શકે છે. જો આ લોકો ન્યાયતંત્રમાં રહેશે તો પ્રતિરોધ યથાવત રહેશે."

Image copyright Twitter@Taurusanil

લાસુન યુનાઇટેડ નામના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું "જજો જ હવે દેશના મુખ્ય ન્યાયધીશ પાસેથી ન્યાયની માગણી કરી રહ્યા છે."

Image copyright Twitter@RoflGandhi_

રૉફલ ગાંધી નામના ટ્વિટર હેન્ડલે ટ્વીટ કર્યું, "વધુ એક બાબત પહેલી વખત બની રહી છે.

"નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન બની ગયા છે, જેમણે સુપ્રીમ કોર્ટના જજોને પત્રકાર પરિષદ ભરવા માટે મજબૂર કરી દીધા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો