ન્યૂઝીલૅન્ડનાં PM છ અઠવાડિયાની મૅટરનિટી લીવ પર જશે

ન્યૂઝીલૅન્ડનાં PM છ અઠવાડિયાની મૅટરનિટી લીવ પર જશે

ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૈસિન્ડા આર્ડન માતા બનવાના છે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે 2017નું વર્ષ તેમના માટે ખાસ રહ્યું હતું.

એ ગાળામાં તેઓ વડાં પ્રધાન બન્યાં. ઉપરાંત પદભાર મળ્યો તે પહેલા પણ તેમને એક 'ગૂડ ન્યૂઝ' મળ્યા હતા.

જૈસિન્ડા છ અઠવાડિયાની મૅટરનિટી લીવ લેશે. આ વિશે કોઈ સામાન્ય મહિલા જેવી જ લાગણીઓ તેઓ અનુભવી રહ્યાં છે.

અગાઉ માત્ર પાકિસ્તાનનાં વડાં પ્રધાન બેનઝીર ભૂટ્ટો જ કાર્યકાળ દરમિયાન બાળકને જન્મ આપનારાં રાજનેતા હતાં.

બેનઝીરે 1990માં બાળકને જન્મ આપ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો