63મા ફિલ્મફેર ઍવૉર્ડ્સની જાહેરાત

વિદ્યા બાલનની તસ્વીર Image copyright RAINDROP MEDIA
ફોટો લાઈન વિદ્યા બાલનને બેસ્ટ એક્ટર ફિમેલ પૉપ્યુલર કેટેગરીમાં 'તુમ્હારી સુલુ' ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવી હતી

મુંબઇમાં શનિવારે લાંબી રાતે એક રંગીન કાર્યક્રમમાં 63માં ફિલ્મફેર ઍવૉર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી.

બોલીવૂડની અનેક હસ્તીઓ આ એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લેવા હાજર હતી.


એક નજર એવોર્ડ્સ યાદી પર :-

  • બેસ્ટ ફિલ્મ (પૉપ્યુલર) - હિંદી મીડિયમ
  • બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) - ન્યૂટન
  • બેસ્ટ એક્ટર (ફિમેલ -પૉપ્યુલર) - વિદ્યા બાલન (તુમ્હારી સુલુ)
  • બેસ્ટ એક્ટર (મેલ-પૉપ્યુલર) - ઇરફાન ખાન (હિંદી મીડિયમ)
  • બેસ્ટ એક્ટર (મેલ ક્રિટિક) - રાજકુમાર રાવ (ટ્રૅપ્ડ)
  • બેસ્ટ એક્ટર (ફીમેલ ક્રિટિક) - ઝાઈરા વસીમ (સિક્રેટ સુપરસ્ટાર)
  • બેસ્ટ ડાયરેક્ટર (પૉપ્યુલર) - અશ્વિની ઐયર તિવારી (બરેલી કી બરફી)

Image copyright RAINDROP MEDIA
ફોટો લાઈન અભિનેતા રાજકુમાર રાવને ટ્રૅપ્ડ અને બરેલી કી બરફી ફિલ્મમાં તેમના અભિનય માટે ફિલ્મફેર એવોર્ડ અપાયો

  • બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર- કોંકણા સેનશર્મા (ડેથ ઇન ધ ગંજ)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ) - મેહર વીજ (સિક્રેટ સુપરસ્ટાર)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ) - રાજકુમાર રાવ (બરેલીની બરફી)
  • બેસ્ટ ઓરિજનલ સ્ટોરી - અમિત મસૂરકર (ન્યૂટન)
  • બેસ્ટ મ્યૂઝિક આલ્બમ - પ્રીતમ (જગ્ગા જાસૂસ)
  • બેસ્ટગીતકાર - અમિતાભ ભટ્ટાચાર્ય (ઉલ્લૂ કા પટ્ઠા - જગ્ગા જાસૂસ)
  • બેસ્ટ સિંગર (ફીમેલ) - મેઘાના મિશ્રા (નાચડી ફિરા - સિક્રેટ સુપરસ્ટાર)
  • બેસ્ટ સિંગર (મેલ) - આરિજિત સિંહ (રોકે ના રુકે નૈના - બદરીનાથ કી દુલ્હનિયા)
  • બેસ્ટ ડાયલૉગ- હિતેશ કેવલ્યા (શુભ મંગલ સાવધાન)
  • બેસ્ટ સ્ક્રીનપ્લે- શુભાશીષ ભુટિયાની (મુક્તિ ભવન)
  • લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ- બપ્પી લહરી, માલા સિંહા

Image copyright HYPE PR
ફોટો લાઈન ફિલ્મફેર ઍવૉર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા અક્ષય કુમાર નવા બાલ્ડ લૂકમાં જોવા મળ્યા

Image copyright EXPANDABLE
ફોટો લાઈન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં પરિણિતી ચોપરા આકર્ષણનું કેંદ્ર બન્યાં હતાં

Image copyright RAINDROP MEDIA
ફોટો લાઈન સોનમ કપૂર

Image copyright RAINDROP MEDIA
ફોટો લાઈન તામિલ, તેલુગુ, મલયાલમ, મલય, કન્નડ, હિંદી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા આર. માધવને પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી

Image copyright RAINDROP MEDIA
ફોટો લાઈન ટેલિવિઝન ઉપરાંત હિન્દી, તામિલ, તેલુગુ, મરાઠી અને કન્નડ સિનેમામાં કામ કરી ચૂકેલાં અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો