જ્યારે અમેરિકન સૈનિકોએ 40 ટનની ટેન્ક હાથેથી ઉઠાવી

ચર્ચા કરી રહેલા સૈનિકોની પ્રતીકાત્મક તસ્વીર Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકાની એક એવી સૈન્ય ટુકડી જેણે હિટલરને માત આપી

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતાની સેનામાં એક ખાસ ટુકડી તૈયાર કરી હતી.

આ એક એવી યુદ્ધ-ટુકડી હતી જેણે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેમના દ્વારા અપનાવાયેલી ખાસ યુદ્ધલક્ષી રણનીતિને કારણે હિટલરની સેનાને તેમની જ યુદ્ધભૂમિમાં ધૂળ ચાટતા કરી દીધા હતા.

'ફેંટમ આર્મી' અને 'હેડક્વાર્ટર 21'ના નામથી પ્રચલિત આ ટુકડીના નામે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો લોકોના જીવ બચાવવાના અનેક કીર્તિમાનો છે.

રિક બેયર અને એલિઝાબેથ સેયલ્સે તેમના પુસ્તક 'ફેંટમ આર્મી ઓફ વર્લ્ડ વોર 2'માં તેમની એ યુદ્ધ શૈલી વિશે ઉલ્લેખ કર્યો છે જેના દ્વારા આ સેનાએ નાઝીઓની સેનાને માત આપતી રહી હતી.


ફુગ્ગાઓ, ટેન્કો અને ટ્રકોનો ઉપયોગ

Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકાની ફેંટમ આર્મી એવા ફુગ્ગાઓનો ઉપયોગ કરતી જે સૈન્યની ટેન્કો જેવા દેખાતા

અમેરિકાની ફેંટમ આર્મી યુદ્ધ દરમ્યાન સેંકડો એવા ફુગ્ગાઓનો ઉપયોગ કરતી જે સૈન્યની ટેન્કો, ટ્રકો અને અન્ય યુદ્ધલક્ષી સામાન જેવાં દેખાતાં.

આ ફુગ્ગાઓને રાતોરાત ફુલાવવામાં આવતા જેથી આકાશમાંથી જોતા એમ લાગે કે મિત્ર-રાષ્ટ્રોની સેનાની ટુકડીઓ યુદ્ધ ક્ષેત્રમાં આગળ વધી રહી છે.

આ સમસ્ત પ્રક્રિયામાં દરેક વસ્તુનું જીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવતું.

નકલી ટેન્કો જે રસ્તેથી પસાર કરાવવાની હોય તે રસ્તામાં જમીન પર ટેન્કોના નિશાન બનાવવા માટે એક મશીનનો ઉપયોગ કરવામાં આવતો જેથી એવું લાગે કે ટેન્કો આ રસ્તેથી પસાર થઈ છે.

આ સાથે એ વાતનું ધ્યાન પણ રાખવામાં આવતું હતું કે આર્મીની આસપાસ કોઈ નાગરિકો પસાર ન થાય.

આવી એક પરિસ્થિતિ દરમિયાન બે ફ્રેન્ચ સાયકલસવારો જ્યારે એક છાવણી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને આ ટુકડીના ચાર સૈનિકોને 40 ટનની શરમન ટેન્કને હાથે ઉપાડેલી જોઈ હતી.


રાત્રે જંગલમાંથી ગોળીઓ છૂટવાની રોશની દેખાતી

Image copyright Getty Images
ફોટો લાઈન જર્મન સૈનિકો રોશનીને જોઈને સમગ્ર ઘટનાને અસલી ગોળીબારની ઘટના સમજી લેતા

ફેંટમ આર્મી રાત્રે જંગલોમાં ગોળીઓ છૂટયા બાદ તેમાંથી નીકળનારી રોશનીનો ભ્રમ પેદા કરવા માટે ફ્લેશ લાઇટ્સનો ઉપયોગ કરતી હતી.

આવી પ્રક્રિયા કરવા પાછળનો હેતુ લેશમાત્ર એટલો હતો કે જર્મન સૈનિકો આવી રોશનીને જોઈને સમગ્ર ઘટનાને અસલી ગોળીબારની ઘટના સમજી બેસે.

અમેરિકાના આ ભૂતિયા લશ્કરે આર્ટિલરીની આકાર વાળા ફુગ્ગાઓ ફુલાવીને ઠેર ઠેર પાથરી રાખ્યા હતા.

ત્યારબાદ ફોન પર વાતચીત થકી આ ભૂતીયા લશ્કરે જંગલની વચોવચ ફ્લેશ લાઇટોને એજ સમયે ચમકાવી જ્યારે અસલી ગોળીબાર થઈ રહ્યો હતો.


અવાજના જાદુગરોની કીમિયાગીરી

Image copyright Getty Images
ફોટો લાઈન ભૂતિયા લશ્કર પાસે સાઉન્ડ એન્જિનિઅર્સની ટુકડી હતી

આ ભૂતિયા લશ્કર પાસે ઘ્વની ઇજનેરોની (સાઉન્ડ એન્જીનેર્સની) ટુકડી હતી.

આ સાઉન્ડ એન્જીનેર્સની ટુકડી સેનાની અસલી ટુકડી સાથે રહીને ટેન્ક, ટ્રક, જમીન ખોદવાના યંત્રોનો અવાજ, ટેન્કો દ્વારા પુલ પાર કરવાનો અવાજ વગેરે રેકોર્ડ કરતી.

આ અવાજોને 16 લાંબી ગ્લાસ ટ્રાન્સ્ક્રિપશન ડિસ્ક પર રેકોર્ડ કરવામાં આવતા જેના પર એ સમયના સંગીત આલ્બમ રેકોર્ડ કરવામાં આવતા હતા.

આ ઇજનેરોએ અલગ અલગ સ્થિતિઓ માટે ઘણા જુદા જુદા પ્રકારના અવાજ અને ઘ્વનિઓનું રેકોર્ડિંગ કર્યું હતું.

ત્યારબાદ સૈન્ય વાહનો પર લાગેલા શક્તિશાળી લાઉડસ્પીકરોની મદદથી એ અવાજ વગાડવામાં આવતા.

આ લાઉડસ્પીકરોની રેન્જ 16 કિલોમીટર સુધીની હતી જેને કારણે ક્યારેક-ક્યારેક જર્મન સૈનિકો સહીત આસપાસ રહેલી અમેરિકન લશ્કરી ટુકડીઓ પણ ભ્રમમાં પડી જતી હતી.


નકલી રેડિયો સંદેશાઓ

Image copyright Getty Images
ફોટો લાઈન ભૂતિયા લશ્કરની એક નકલી રેડિયો સંદેશા મોકલતી

બીજા વિશ્વયુદ્ધ સમયે મોટાભાગના સંદેશાઓ મોર્સ કોડ દ્વારા મોકલવામાં આવતા હતા.

જર્મન ઇન્ટેલીજેન્સના અધિકારીઓ એટલા સક્ષમ હતા કે તેઓ અમેરિકન લશ્કરી ટુકડીઓના રેડિયો ઓપેરેટરોની કાર્યપદ્ધતિ અને કાર્યશૈલીને ઓળખવા લાગ્યા હતા.

એવી પરિસ્થિતિમાં આ યુદ્ધભૂમિ પર કાર્યરત લશ્કરી સૈનિકોની પ્રતીકાત્મક તસ્વીર.

જ્યારે જર્મન ટુકડી અસલી સંદેશાઓની રેડિયો દ્વારા આપ-લે કરતી હતી ત્યારે જ નકલી રેડિયો ઓપરેટર સંદેશાઓ મોકલ્યા કરતા.

એવી પરિસ્થિતિમાં જર્મન સેના માટે અસલી અને નકલી રેડિયો સંદેશાઓમાં અંતર પારખવું અઘરું થઈ જતું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો