'અમે 8-10 હજારની નોકરી કરીએ છીએ, અમારી બાઈક્સ સળગાવી શું મળ્યું?'

અમદાવાદમાં સળગાવી દેવાયેલી બાઇક્સ Image copyright Getty Images

મંગળવારે 'પદ્માવત' ફિલ્મનો વિરોધ હિંસક બની ગયો હતો. અમદાવાદમાં વિરોધના ભાગરૂપે નીકળેલી 'કૅન્ડલ માર્ચ'એ હિંસકરૂપ લઈ લીધું હતું અને આગજનીની ઘટનાઓ બની હતી.

શહેરમાં ઍક્રોપોલીસ મૉલ, હિમાલિયા મૉલમાં ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને બહાર પાર્ક કરાયેલી 50થી વધુ બાઇક્સ પર આગ ચાંપી દીધી હતી.

ઍક્રોપોલીસ મૉલ બહાર થયેલી આગજનીની ઘટનામાં મયૂર સેવાની નામના યુવકની બાઇક કથિત રીતે સળગાવી દેવાઈ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

અમદાવાદના પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે, બહારના લોકોએ આવીને હિંસા આચરી હતી.

બીબીસી સાથેના ફેસબુક લાઇવમાં મયૂરે જણાવ્યું કે, તેઓ મૉલમાં ખરીદી કરવા આવ્યા હતા એ દરમિયાન બહાર પાર્ક કરાયેલી બાઇક સળગાવી દેવાઈ હતી.

સોશિયલ મીડિયામાં હિંસાની આ ઘટના વિરુદ્ધ મોટા પ્રમાણમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


બીબીસીના ફેસબુક લાઇવમાં હરેશકુમાર રાવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને નબળી ગણાવી હતી.

Image copyright Facebook

સિરાજ માંકડે ફેસબુક લાઇવમાં કૉમેન્ટ કરી, 'મતને ધ્યાનમાં લઈને સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી.'

Image copyright Facebook

પ્રતીક ગુપ્તા નામના ફેસબુક યુઝરે લખ્યું કે ઘટના વખતે તેઓ હાજર હતા. તેમણે ઉમેર્યું કે એવું લાગી રહ્યું હતું કે થોડી મિનિટો માટે આરોપીઓને તોફાન કરવાની છૂટ અપાઈ હોય.

Image copyright Facebook

જૈમિન બ્રહ્મભટ્ટ નામને ફેસબુક યુઝરે લખ્યું કે 'ફિલ્મ તો અંબાણીની છે તો નિર્દોષ લોકોની બાઇક્સને નુકસાન કેમ કરાય રહ્યું છે?'

Image copyright Facebook

સમીર મલેક નામના ટ્વિટર યુઝરે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને લખ્યું કે,

ચિરાગ પટેલ નામના ટ્વિટર યૂઝરે પૂછ્યું, 'અમે આખો દિવસ મોલમાં ઉભા રહીને 8થી 10 હજારની નોકરી કરીએ છીએ. અમારા બાઇક્સ સળગાવીને કોઈને શું મળ્યું?'

આશિષ અમિન નામના ટ્વિટર યુઝરે સવાલ પૂછ્યો કે આ મામલે સરકારના મંત્રીઓ ચૂપ કેમ છે? પોલીસનો પૂરતો બંદોબસ્ત કેમ નહોતો?


"અ'વાદની બહારના લોકોએ હિંસા આચરી"

આ મામલે બીબીસી સાથેની વાતમાં અમદાવાદના પોલીસ કમિશનર એ. કે. સિંહે કહ્યું, "હિંસા પાછળ અમદાવાદથી બહારના ઇસમો જવાબદાર છે.

"શહેરમાં શાંતિપૂર્વક અને લોકતાંત્રિક રીતે વિરોધ કરવા 'કૅન્ડલ માર્ચ' યોજવાની મંજૂરી આપાઈ હતી અને આ અંગે માર્ચ યોજનારાઓ દ્વારા ખાતરી પણ અપાઈ હતી.

"જોકે, શહેર બહારથી આવેલી વ્યક્તિઓએ માર્ચમાં ઘુસીને હિંસા આદરી હતી.

"અમદવાદની બહારના વિસ્તારમાં આ માટેનું ષડયંત્ર કરાયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

"પોલીસે આ મામલે 115 લોકો વિરુદ્ધ 4 એફઆરઆઈ દાખલ કરી છે. જેમાંથી 44 લોકોની અટકાયત ઘટનાસ્થળે જ કરવામાં આવી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો