કાશ્મીર: લોહીલુહાણ બાળપણ છતાં કામયાબીની શિખરે પહોચી આ મહિલાઓ

આયેશા અઝીઝી

"જ્યારે હું બીજા રાજ્યોની મુલાકાત લઉં છું ત્યારે મને અહેસાસ થાય છે કે કાશ્મીર કેટલું પછાત છે."- આવું બીજુ કોઈ નહીં પરંતુ કાશ્મીરનાં પ્રથમ મહિલા IPS અધિકારી રુવેદા સલામનું કહેવું છે.

દેશની સૌથી ઓછી ઉંમરનાં પાઇલટ અને કાશ્મીરનાં પહેલાં મહિલા ફાઇટર આયેશા અઝીઝનું પણ આવું જ માનવું છે.

20 જાન્યુઆરીએ દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા એક ખાસ સમારંભમાં દેશભરની 112 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે.

સમારંભનું નામ પણ ખૂબ જ ખાસ હતું -'ફર્સ્ટ લેડીઝ' એટલે કે એક મુકામ પર પહોચનાર પહેલાં મહિલા.

ફોટો લાઈન રુવેદા સલામ

આ 112 મહિલાઓને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પસંદ કરી હતી. આ સન્માન પાછળનો હેતુ મહિલાઓના સંઘર્ષને સલામ કરવાનો હતો.

આ સમારંભમાં કાશ્મીરની બે મહિલાઓ આયેશા અઝીઝ અને રુવેદા સલામનું પણ સન્માન કરવામાં આવ્યું.

આયેશા ભારતનાં સૌથી ઓછી ઉંમરનાં પાઇલટ છે. સાથે જ કાશ્મીરનાં પહેલાં મહિલા પાઇલટ પણ. જ્યારે કે રુવેદા ડૉક્ટર તો છે જ સાથે સાથે કાશ્મીરનાં પ્રથમ આઇપીએસ અધિકારી પણ છે.

આયેશાએ માત્ર 16 વર્ષની ઉંમરમાં પાઇલટનું લાઇસન્સ મેળવ્યું હતું. 2016માં તેમણે બૉમ્બે ફ્લાઇંગ ક્લબથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી કૉમર્શિયલ પાઇલટનું લાઇસન્સ મેળવ્યું હતું.


'સફર નહોતી આસાન'

ફોટો લાઈન આયેશા અઝીઝી

રુવેદાની નિમણૂક અત્યારે તામિલનાડુમાં થઈ છે. તેમના કામ માટે રુવેદાનું અનેકવાર સન્માન કરવામાં આવ્યું છે.

આયેશા અને રુવેદા માને છે કે આ મુકામ સુધી પહોચવું તેમના માટે સરળ નહોતું.


'કાશ્મીર 20 વર્ષ પાછળ'

Image copyright Facebook/Ruveda Salam

રુવેદા કહે છે કે બીજા રાજ્યોમાં જાઉં છું ત્યારે લાગે છે કે કાશ્મીર કેટલું પછાત છે. તે કહે છે, "રાજનીતિના કારણે કાશ્મીર 20 વર્ષ પાછળ રહી ગયું છે."

તેમનું વિદ્યાર્થી જીવન યાદ કરતાં તેઓ કહે છે, "કાશ્મીરમાં તેમનાં ભણતરમાં ઘણી ખલેલ પહોંચતી હતી. બીજા રાજ્યોમાં જે વસ્તુઓ આરામથી મળી રહે છે. કાશ્મીરમાં એ જવસ્તુઓ માટે તેઓ તરસી જતા હતાં."

તેઓ કહે છે, "કાશ્મીરમાં ક્યારેક હડતાલ, ક્યારેક વીજળી ગૂલ, ક્યારેક ઇંટરનૅટ નહી, ક્યારેક બરફ.. અને એવામાં પણ તમારું ભણતર સતત ચાલું રાખવું મોટો પડકાર હતો."


'કાશ્મીરમાં રહીને આગળ વધવું મુશ્કેલ'

Image copyright Facebook/Ayesha Aziz

કંઇક આવો જ અનુભવ આયેશાનો પણ છે. જોકે, તેઓ કાશ્મીરમાં વધારે નથી રહ્યા પણ કાશ્મીરમાં તેમના મૂળ હજી પણ યથાવત છે.

આયેશા કહે છે કે જે સમયે હિજબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાનીનું મોત થયું હતું ત્યારે તેઓ કાશ્મીરમાં જ હાજર હતા.

તેઓ કહે છે, "તે ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિ હતી. બહાર નીકળવું મુશ્કેલ હતું. બધી જ દુકાનો બંધ હતી. એટલે સુધી કે પુસ્તકો પણ ખરીદી શકતા નહોતા. ત્યાં રહીને આગળ વધવું મુશ્કેલ છે."


'કાશ્મીરની સમસ્યા અલગ છે'

Image copyright Getty Images

રુવેદા કહે છે કે એમણે બાળપણથી જ લોહીલુહાણ દ્રશ્યો જોયા છે. "90ના દાયકામાં તો સ્થિતિ એટલી ખરાબ હતી કે મારી સ્કૂલ એક વર્ષ માટે બંધ રહી હતી."

તેઓ કહે છે, "બીજા રાજ્યોમાં મેડિકલનું ભણતર સાડા ચાર વર્ષમાં પૂરું થાય છે. મને આ ભણતર પૂરું કરતાં છ વર્ષનો સમય લાગ્યો હતો."

2013માં હૈદરાબાદમાં પુલીસ એકેડેમીમાં ટ્રેનિંગ માટે ગયા પછી તેમને લાગ્યું, "બીજા રાજ્યોની સમસ્યા કાશ્મીરથી બિલકુલ અલગ છે. ત્યાનાં રોડ, લોકોની વિચારસરણી અને ત્યાં જે કામ થયું છે તેના વિશે હું વિચારું છું તો લાગે છે કાશ્મીર વિકાસથી માઇલો દૂર છે. ત્યાં લોકો વિકાસ વિશે વિચારતા પણ નથી."

આયેશા અને રુવેદા બન્ને માને છે કે કાશ્મીરમાં વિકાસ થવો જોઈએ.

તેઓ એ પણ માને છે કે કાશ્મીરની સમસ્યા ભલે ગમે તેટલી ગંભીર હોય પરંતુ કોશીશ કરવાથી તેનો પણ હલ નીકળી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા