શું આપ આ તસવીરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને શોધી શકો છો?

ફોટો Image copyright FACEBOOK/VENKTESH

શુક્રવારે રાજપથ ખાતે યોજાયેલી પરેડમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને વીઆઈપી લોકો માટેની બેઠક વ્યવસ્થામાં છઠ્ઠી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી.

TheGiniKhan ટ્વિટર હેન્ડલે આ અંગે વ્યંગ કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, રાહુલ ગાંધીને પાછળની હરોળમાં સ્થાન આપવા અંગે કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી હતી.

કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર 'પરંપરાઓને કોરાણે' મૂકી રહી છે.


Image copyright TWITTER

કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલે ટ્વિટર પર લખ્યું, "અહંકારી શાસકોએ તમામ પરંપરાઓને નેવે મૂકી છે.

"કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રજાસત્તાક દિવસના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં પહેલા ચોથી અને પછી છઠ્ઠી હરોળમાં સ્થાન આપ્યું."

ગુરુવારે એવા અહેવાલ આવ્યા હતા કે રાહુલ ગાંધીને ચોથી હરોળમાં સ્થાન મળશે, ત્યારે કોંગ્રેસે તેમને પહેલી હરોળમાં સ્થાન નહીં આપવા વિશે સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ બેઠા હતા.

વીઆઈપી ગેલરીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને પહેલી હરોળમાં તથા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને બીજી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.


Image copyright TWITTER

કોંગ્રેસના નેતા ગૌરવ પાંધીએ પણ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું, "ભાજપે એવું ધાર્યું હશે કે છઠ્ઠી હરોળમાં બેસીને રાહુલ ગાંધી અપમાનિત અનુભવશે.

"પરંતુ તેઓ એ વાત ભૂલી ગયા કે રાહુલ ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે.

"જેના નેતાઓને અંગ્રેજોએ વર્ષો સુધી જેલમાં રાખ્યા. છતાંય કોઈપણ જાતની દયા અરજી લખ્યા વગર પણ તેમનું અસ્તિત્વ ટકી રહ્યું હતું."


Image copyright TWITTER

આ મુદ્દે કોંગ્રેસની નારાજગી પર પણ કેટલાક યૂઝર્સે ચૂંટલી ખાધી હતી.

અંકૂર સિંહ નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "કોંગ્રેસ પાર્ટી 2019માં કેટલી બેઠકો મળશે, તેના બદલે રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થા વિશે ચિંતા કરી રહી છે. જે કોંગ્રેસની સમસ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો