ઉઝબેકિસ્તાનની રસપ્રદ 'બુઝકશી' રમત

બુઝકશી, ઉઝબેકિસ્તાન Image copyright Umida Akhmedova

ઘોડાની પીઠ પર બેસીને રમવામાં આવતી આ રમતને 'બુઝકશી' રમત કહેવામાં આવે છે. ઉઝબેકિસ્તાનમાં એને 'કુપકરી' પણ કહેવામાં આવે છે.

તુર્કી ભાષામાં 'કુપ'નો મતલબ 'ઘણા બધા' થતો હોય છે અને ફારસીમાં 'કરી'નો મતલબ 'કામ' થતો હોય છે. એટલે 'કુપકરી'નો મતલબ ઘણાબધા લોકોનું કામ થાય છે.

ઉઝબેકિસ્તાનમાં કુપકરી સ્પર્ધાને 'ઉલાક' પણ કહેવામાં આવે છે.

ઉઝબેકિસ્તાનની ફોટોગ્રાફર અને ડૉક્યુમેન્ટરીમેકર યૂમીદા અખમેદોવાએ હાલમાં જ મધ્ય એશિયાના આ ખૂબ જ લોકપ્રિય ખેલની કેટલીક દિલચસ્પ ફોટો કૅમરામાં કેદ કરી છે.


Image copyright Umida Akhmedova
ફોટો લાઈન આ રમત તાશકંદ વિસ્તારના ગામ ઈરતોશમાં રમાઈ. ઇરતોશનો મતલબ થાય છે પથરાળ જમીન

પોલોની જેમ બુઝકશીની રમતમાં પણ ખેલાડીઓ ઘોડા પર સવાર થાય છે. પરંતુ આમાં બૉલની જગ્યાએ બકરી અથવા ઘેંટાનાં શબનો ઉપયોગ થાય છે.

Image copyright Umida Akhmedova
Image copyright Umida Akhmedova
ફોટો લાઈન રમતની તૈયારી કરતાં ખેલાડીઓ, મધ્ય એશિયામાં બુઝકશી ખેલ મનોરંજન માટે લોકપ્રિય છે.
Image copyright Umida Akhmedova
ફોટો લાઈન બુઝકશીની આ રમત મોટાભાગે ઉંચા પહાડો પર રમાય છે.
Image copyright UMIDA AHMEDOVA
ફોટો લાઈન ઉઝબેકિસ્તાનમાં આ વર્ષે ઠંડીમાં બરફ નથી પડ્યો પરંતુ કુરામિનની પહાડીઓ પર જબરદસ્ત બરફ પડ્યો હતો.
Image copyright Umida Ahmedova
ફોટો લાઈન આ રમતમાં રેફરી પણ હોય છે. જે ખેલાડીઓ અને રમત પર નજર રાખે છે.
Image copyright Umida Akhmedova
ફોટો લાઈન કુપકરી ખેલ માત્ર એક સ્પર્ધા નથી પરંતુ મધ્ય એશિયાના લોકો માટે ઉત્સવ પણ છે. આ ખેલમાં મોટાભાગે પુરુષો ભાગ લેતા હોય છે.
Image copyright Umida Akhmedova
ફોટો લાઈન સ્થાનિક લોકો ઘોષણા કરે છે કે જીતનાર ખેલાડીને શું ઈનામ મળશે.
Image copyright Umida Ahmedova
ફોટો લાઈન ઈનામ માટે ગાયો અને બકરીઓ રાખવામાં આવી છે. અહીંના લોકો પશુપાલન કરે છે. એટલે ઈનામમાં પાળતું જાનવર મળે તેને શુભ માને છે.
Image copyright Umida Akhmedova
ફોટો લાઈન એવું નથી કે સ્થાનિક લોકો જ આ રમતમાં ભાગ લઈ શકે આસપાસનાં ગામનાં ઘોડેસવારોને પણ રમતમાં ભાગ લેવા આમંત્રણ મોકલવામાં આવે છે.
Image copyright Umida Akhmedova
ફોટો લાઈન રમત જોવા માટે દરેક વયના દર્શક ઉમડે છે. બાળકો પણ આ રમત જોવામાં રોમાંચ અનુભવે છે.
Image copyright Umida Akhmedova
ફોટો લાઈન આ રમત જોવા આવનાર એક મહેમાન ઈનામ લઈને આવ્યા છે. આ ઈનામ વિજેતા માટે છે.
Image copyright Umida Akhmedova
ફોટો લાઈન ઈનામ માટે જીતનાર ઘોડેસવારના નામની ઘોષણા થઈ રહી છે.
Image copyright Umida Ahmedova
ફોટો લાઈન વિજેતાઓ તેમના ઈનામની સાથે. જીતનારનું નામ ફોજિલ છે. રસપ્રદ વાત એ છે કે તેઓ ઘોડા ચલાવનાર નથી પરંતુ આજની રેસમાં તેમનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો છે.
Image copyright Umida Ahmedova
ફોટો લાઈન આ ખેલમાં એવા ઘોડા પસંદ કરવામાં આવે છે જે મજબૂત હોય, નાની કદના હોય અને જે સક્ષમ હોય. નાના કદના ઘોડાથી ઘેટા બકરાના શબ ઉઠાવવામાં સરળતા રહે છે.
Image copyright Umida Ahmedova
ફોટો લાઈન ઈરતોશ ગામનું એક દ્રશ્ય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો