આ બોલિવૂડ છે... જ્યાં સેક્સની વાત કરવા પર મનાઈ છે

કરીના કપૂર Image copyright Hype PR

નો સેક્સ પ્લીઝ, આ બોલિવૂડ છે... પણ અમારી પાસે આવો, અમે તમને એ આપીશું.

અમે તમને તે અમારા ડાન્સનાં માધ્યમથી. અમારા ગીતોનાં માધ્યમથી આપીશું.

બોલિવૂડમાં મહિલાઓની વાત આવે છે ત્યારે આવી જ તસવીર આપણી સમક્ષ આવે છે.

જોકે, આ માત્ર બોલિવૂડમાં જ જોવા મળે છે એવું નથી. ભારતની લગભગ દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને માત્ર એક સુંદર વસ્તુ તરીકે જ જોવામાં આવે છે.

ફિલ્મમાં હીરો ને સૌથી આગળ રાખવામાં આવે છે. હીરોઇનનું કામ છે કે તે હીરોની પૂજા કરે, તેમને આદર આપે.

હીરોનો ફિલ્મમાં પ્રવેશ થાય ત્યારે હીરોઇન ચૂપચાપ એક તરફ થઈ જાય. જૂની ફિલ્મમોમાં પણ આવી જ પરિસ્થિતિ હતી એવું નથી.

હોલિવૂડની જેમ બોલિવુડમાં પણ ઘણી એવી અભિનેત્રીઓ હતી જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોખરાનું સ્થાન ધરાવતી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

એ એવો સમયગાળો હતો જ્યારે ફિલ્મ નિર્માતાઓ સમાજને સ્પર્શતી બાબતો પર ફિલ્મો બનાવતા હતા.

1950ના સમયગાળામાં બાદ તેમાં બદલાવ આવ્યો. 1960માં તેમાં વધારે પરિવર્તન આવ્યું અને ત્યારબાદ ધીરે ધીરે ફિલ્મો માત્ર મનોરંજનનું માધ્યમ બની ગઈ.

એ પછી ફિલ્મમાં હીરો મહત્ત્વનો બનતો ગયો અને હીરોઇન બીજા દરજ્જાનું પાત્ર બની ગઈ.


મૉડર્ન બોલિવૂડની શરૂઆત

Image copyright Universal PR

ફિલ્મમાં માતા પોતાના દીકરાને ગાજરનો હલવો ખવડાવે છે, બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને એવી આશા રાખે છે કે એ રાખડીથી તેમના ભાઈની રક્ષા થશે.

પત્નીઓ અથવા તો ભાવિ પત્ની પોતાના પતિની લાંબી ઉંમર માટે ઉપવાસ કરે છે.

વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'એ નવા બોલિવૂડને આકાર આપ્યો.

ડિરેક્શનમાં પ્રવેશ કરનારા કરણ જોહરે પોતાની ફિલ્મમાં દર્શાવ્યું હતું કે કેવી રીતે ફિલ્મનો હીરો સાચો પ્રેમ મેળવે છે.

ફિલ્મની મુખ્ય અભિનેત્રી કાજોલની ભૂમિકા એક 'ટૉમબૉય' જેવી હતી. ફિલ્મમાં તેમના વાળ નાના હતા અને તેઓ બાસ્કેટ બૉલ ખૂબ રમતાં હતાં.

જ્યારે તેઓ શિફોનની સાડી પહેરીને બાસ્કેટ બૉલ કોર્ટમાં આવ્યાં અને શાહરૂખ ખાનને જીતવા દીધા.

આ ફિલ્મ ખૂબ સફળ સાબિત થઈ હતી. ફિલ્મે મૉડર્ન બોલિવૂડમાં રોમાન્સની નવી પરિભાષા રજૂ કરી.


શરીરના અંગો પર ખાસ ફોકસ

Image copyright JIGNESH PANCHAL

કાજોલને એક ટૉમબૉય તરીકે રજૂ કરાયાં તે બાબત ખોટી હોવાનું હવે ફિલ્મ નિર્માતા કહે છે.

પછી એવી છાપ ઊભી થઈ કે કાજોલને પ્રેમ ત્યારે જ મળ્યો જ્યારે તેમણે સાડી પહેરવાની શરૂ કરી અને એક મહિલા તરીકે વર્તવાનું શરૂ કર્યું.

જે લોકો મહિલાઓની આ પ્રકારની છબી ઊભી કરે છે અને તેનો સ્વીકાર કરી રહ્યા છે, તેમની અંદર પરિવર્તન ખૂબ ધીમે આવી રહ્યું છે.

ઘણી વખત મહિલાઓ માટે તો એવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ થાય છે, જેની આપણે ખબર પણ હોતી નથી.

ફિલ્મની મુખ્ય અભિનેત્રીઓની તેમનાં રૂપનાં કારણે ઘણી વખત મોટરકાર સાથે સરખામણી થાય છે. આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવાની જરૂર છે ખરી?

આજે ભલે ફિલ્મની હીરોઇન સફેદ સાડી પહેરીને ઝરણાંની નીચે નહાતી નથી.

પરંતુ હવે તો મહિલાઓને કપડાં નહી પણ ખાસ કૉસ્ચ્યુમ પહેરાવવામાં આવે છે. તેમનાં શરીરનાં અંગો પર ધ્યાન ખેંચવા માટે ખાસ કૅમેરા ફોકસ કરવામાં આવે છે.

બોલિવુડમાં અભદ્ર ગીતોના દ્વિઅર્થી શબ્દો આજે મહત્ત્વનો ભાગ બની ગયા છે.


વર્ષ 2017 મહિલાઓનું વર્ષ સાબિત થયું

Image copyright JIGNESH PANCHAL

તેના પર ચર્ચા થઈ શકે છે, અને થઈ પણ રહી છે, કે ફિલ્મ નિર્માતા એવી છબી રજૂ કરી રહ્યા છે કે ભારતીય સમાજ પુરુષ પ્રધાન સમાજ છે અને સેક્સિઝમ તેમજ સ્ત્રીદ્વેષની ભાવના તો પ્રચલિત છે.

પરંતુ જે રીતે મિરામેક્સ કંપનીએ તેના બૉસ હાર્વે વિનસ્ટીનના કાર્યો પરથી પડદો ઉઠાવ્યો તેનાથી હોલિવૂડમાં જે રીતે અભિનેત્રીઓની પસંદગી કરવામાં આવે છે તેના પર અસર પડશે અથવા તો પડવી જોઈએ.

આ બાબત બોલિવૂડમાં પણ અનુભવી શકાય છે.

કેટલીક અભિનેત્રીઓ હવે 'કાસ્ટિંગ કાઉચ' વિશે સ્પષ્ટપણે બોલવા લાગી છે. તેમણે એ પુરુષો વિશે પણ ખુલાસા કર્યા છે કે જેઓ બોલિવૂડ ચલાવે છે અને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.

જે ફિલ્મ નિર્માતાઓએ પ્રથા તોડવાનો પ્રયાસ કર્યો છે, પ્લોટ, કેરેક્ટર અને ફિલ્મની ટ્રીટમેન્ટ બદલવાનો પ્રયાસ કર્યો છે, તેમણે હંમેશાં દુઃખી થવું પડ્યું છે.

પરંતુ ફિલ્મનિર્માતાઓ અને તેમની ફિલ્મ કે જે લોકશાહી ધરાવતા દેશ ભારત અંગે વાત કરે છે તે હવે આગળ વધી રહી છે. તેની ગતિ ભલે ધીમી છે પરંતુ કેન્દ્રમાં ચોક્કસ છે.

જોકે, વર્ષ 2017 બોલિવૂડમાં મહિલા પાત્રો માટે સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થયું છે.

Image copyright StudiozIDrream

'લિપસ્ટીક અંડર માય બુરખા', 'અનારકલી ઑફ આરા', 'અ ડેથ ઇન ધ ગંજ' અને 'તુમ્હારી સુલુ' જેવી ફિલ્મોમાં અભિનેત્રીઓનો સારો અભિનય જોવા મળ્યો હતો.

આ ફિલ્મોમાં મહિલાઓએ એવી ભૂમિકા ભજવી ન હતી, જેવી ભૂમિકા હંમેશાંથી મહિલાઓની જોવા મળી રહી છે.

તે ફિલ્મોમાં તેમણે પોતાની જરૂરિયાતો પર લોકોનું ધ્યાન દોર્યું. તે જરૂરિયાત ભાવનાત્મક અને જાતિય બન્ને પ્રકારની હતી.

તેમણે પરિસ્થિતિ સાથે જીવવાની બદલે પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો.

જોકે, તેમ છતાં આ મહિલાઓ મોટા મોટા બજેટ ધરાવતી બ્લૉકબસ્ટર ફિલ્મોનો ભાગ નથી.

પરંતુ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ' જેવી ફિલ્મ બ્લૉકબસ્ટર ફિલ્મોમાં મહિલાઓની હાજરી અંગે દિલાસો આપે છે.

આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી હીરોની સાથે સાથે દમદાર એક્શન કરતી જોવા મળે છે.

જ્યારે સલમાન ખાન સ્ક્રીન પર હતા ત્યારે પણ નજરો કેટરીના કૈફ પર જઈને રોકાઈ જતી હતી અને આ એક સારો સંકેત છે.

બીબીસીની આ વિશેષ સિરીઝ 'ડ્રીમ ગર્લ' બોલિવુડમાં પડદા પર અને પડદા પાછળ કામ કરનારી મહિલાઓની સ્થિતિની જાણકારી આપે છે.

શુભ્રા ગુપ્તાનો આ લેખ 'ડિમ ગર્લ' શ્રેણીનો પહેલો લેખ છે. આગળના દિવસોમાં દરરોજ આ જ શ્રેણીના લેખ વાંચવા માટે જોતા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ