પ્રેસ રિવ્યૂ: કરણી સેનાનું નવું નિશાન વડાપ્રધાન મોદી

પદ્માવત ફિલ્મના પ્રદર્શન સામે વિરોધ દર્શાવી રહેલા કરણી સેનાના કાર્યકરોની પ્રતીકાત્મક તસ્વીર Image copyright Reuters
ફોટો લાઈન પદ્માવત મુદ્દે ચૂપ રહેવા બદલ હવે કરણી સેનાએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલ્યો છે

ગુજરાત સમાચાર અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ પદ્માવત મુદ્દે ચૂપ રહેવા બદલ હવે કરણી સેનાએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલ્યો છે.

જયપુર ખાતે એક પત્રકાર પરિષદનું સંબોધન કરીને કરણી સેનાએ સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદ્માવત ફિલ્મ મુદ્દે હવે પોતાનું વલણ સ્પષ્ટ કરે.

પત્રકાર પરિષદમાં કરણી સેનાએ સવાલ કર્યો હતો કે મોદી આ ફિલ્મ મુદ્દે ચૂપ કેમ છે?


અમેરિકાનો વિઝા થયો મોંઘો

ફોટો લાઈન અમેરિકાના રેસીડેન્સી વિઝાના ભાવમાં 5 કરોડ રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે

ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ અમેરિકાના રેસીડેન્સી વિઝાના ભાવમાં 5 કરોડ રૂપિયાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

ઈબી-5 વિઝા માટે અમેરિકામાં ઓછામાં ઓછા નાણાકીય રોકાણની મર્યાદા જે 10 લાખ ડોલરની (અંદાજિત 6.4 કરોડ રૂપિયા ભારતીય ચલણ સમકક્ષ) હતી તે વધારીને 18 લાખ ડોલર (અંદાજિત 11.4 કરોડ રૂપિયા ભારતીય ચલણ સમકક્ષ) કરી દેવામાં આવી છે.

ઈબી-5 શ્રેણી હેઠળ આપવામાં આવતા રેસીડેન્સી વિઝા મેળવવાની પ્રક્રિયા અમેરિકન પ્રશાસને વધુ સજ્જડ કરતા આ ભાવ-વધારો ઝીંકાયો છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઈબી-5 શ્રેણી હેઠળ મળતા વિઝા ભારતમાં પૈસાદાર લોકોમાં વધુ પ્રચલિત છે જેઓ અમેરિકામાં ધંધાદારી રોકાણ કરીને ત્યાં કાયમ માટે સ્થાયી થાય છે.

સપ્ટેમ્બર 2016 સુધીમાં ભારતમાંથી ઈબી-5 વિઝા માટે 90 અરજીઓ કરવામાં આવી હતી, જ્યારે સપ્ટેમ્બર 2017 સુધીમાં આ આંકડો 174 પહોંચ્યો હતો.


125 સરકારી પ્રકલ્પો માટે અંતરિક્ષ ટેક્નોલોજીનો ઉપયોગ

Image copyright iSRO
ફોટો લાઈન અંતરિક્ષ ટેક્નોલોજીનો ઉપયોગ હાલમાં 125 સરકારી પ્રકલ્પો પર થઈ રહ્યો છે

‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની વેબસાઈટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાના (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન - ઈસરોના) ચેરમેન ડૉ. કૈલાસવાદિવું સિવને જણાવ્યું છે કે અંતરિક્ષ ટેક્નોલોજીનો ઉપયોગ હાલમાં 125 સરકારી પ્રકલ્પોમાં થઈ રહ્યો છે.

સરકાર અને ઈસરો વચ્ચે 156 એવા સરકારી પ્રકલ્પોની પસંદગી કરવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં અંતરિક્ષ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

મનરેગા, નેવિગેશન સિસ્ટમ અને ડિમાર્કેશન પ્લાન જેવા સરકારી પ્રકલ્પો માટે જે તે ખાતાના અધિકારીઓને હાલમાં ઈસરો અંતરિક્ષ ટેક્નોલોજીના ઉપયોગ માટે પ્રશિક્ષણ આપી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો