નાણાંપ્રધાનની બજેટ બ્રીફ-કેસમાં છૂપાયેલું રહસ્ય જાણો છો?

સાંકેતિક તસ્વીર Image copyright Getty Images

જીએસટી નીતિના અમલ પછીના અને આઠ રાજ્ય વિધાનસભાની તથા 2019ની સંસદીય ચૂંટણી પહેલાં આગામી વર્ષનું કેન્દ્રીય બજેટ નાણાંપ્રધાન અરુણ જેટલી ગણતરીના કલાકોમાં રજૂ કરશે.

બજેટની રજૂઆતની પરંપરા સાથે અનેક રસપ્રદ વાતો સંકળાયેલી હોય છે. નાણા પ્રધાન જે બજેટ બ્રીફ-કેસ સાથે લોકસભાની બહાર ફોટોગ્રાફરોને પોઝ આપે છે તેની વાત પણ રસપ્રદ છે.

તમને આ પણ વાંચવું ગમશે

બજેટ સાથે સંકળાયેલી બ્રીફ-કેસની કેટલીક રસપ્રદ વાતો જાણોઃ


1. નામ છે મહત્વનું

Image copyright Getty Images
ફોટો લાઈન અરુણ જેટલી બ્રાઉન બ્રીફ-કેસનો ઉપયોગ કરે છે.

ફ્રેન્ચ શબ્દ bougette(બોજેટ)માંથી બજેટ શબ્દ ઉતરી આવ્યો છે એ આપણા પૈકીના ઘણા જાણતા હશે.

અલબત, ઘણા એ નહીં જાણતા હોય કે બોજેટ શબ્દનો અર્થ થાય છે નાનકડી બેગ.

સરકારની મહેસુલી આવક અને ખર્ચના હિસાબ-કિતાબ રાખવા એક સમયે નાનકડી બેગ પૂરતી ગણાતી હતી.


2. અંગ્રેજોનો વારસો

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રણવ મુખરજીની વેલ્વેટ રેડ બ્રીફ-કેસ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

બજેટની સમગ્ર પ્રક્રિયા બ્રિટિશર્સે આપણા હવાલે કરી હતી. તેમાં બજેટ બ્રીફ-કેસ સાથે રાખવાની પરંપરાનો પણ સમાવેશ થાય છે.

અહીં વધારે રસપ્રદ વાત એ છે કે બ્રિટનમાં બજેટ બ્રીફ-કેસ નાણાંપ્રધાનો તેમના અનુગામીઓને હવાલે કરતા હોય છે. ભારતમાં એવું નથી.

ભારતમાં નાણાંપ્રધાનો અલગ-અલગ પ્રકારની બ્રીફ-કેસો લઈ જતા જોવા મળે છે.


3. આકાર-પ્રકાર બદલાયા

Image copyright PUNIT PARANJPE/Getty Images
ફોટો લાઈન ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ બ્લેક બ્રીફ-કેસનો ઉપયોગ કરતા હતા

બજેટ બ્રીફ-કેસ આજે જેવી દેખાય છે તેવી ભૂતકાળમાં ન હતી.

આઝાદ ભારતના પહેલા નાણાંપ્રધાન આર. કે. શન્મુખમ ચેટ્ટીએ 1947માં દેશનું પહેલું બજેટ રજૂ કર્યું, ત્યારે તેઓ ચામડાની પોર્ટફોલિયો બેગ લઈને ગયા હતા.

ભારતીય નાણાંપ્રધાનોએ ક્લાસિક હાર્ડટોપ અટેશે-કેસ વાપરવાનું 70ના દાયકા બાદ શરૂ કર્યું હતું.


4. જાતજાતની બ્રીફ-કેસ

Image copyright Getty Images
ફોટો લાઈન ભૂતપૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહાની બજેટ બ્રીફ-કેસ બકલ અને સ્ટ્રેપવાળી હતી.

યશવંત સિંહાની બજેટ બ્રીફ-કેસ બકલ અને સ્ટ્રેપવાળી હતી.

મનમોહન સિંહ બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન વાપરતા તેવી બ્લેક બ્રીફ-કેસનો જ ઉપયોગ કરતા હતા.

પ્રણવ મુખરજીની વેલ્વેટ રેડ બ્રીફ-કેસ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. બ્રિટનના નાણાંપ્રધાનો પણ એવી જ બ્રીફ કેસ વાપરતા હતા.


5. ગુપ્તતાનું પ્રતિક, પણ હેતુ અલગ

Image copyright Hulton Archive/Getty Images
ફોટો લાઈન બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન ભાષણોના કાગળ રાખવા માટે બ્રીફ-કેસનો ઉપયોગ કરતા હતા.

બ્રિટિશર્સ પાસેથી આપણા નાણાંપ્રધાનોએ અપનાવેલી બ્રીફ-કેસની પરંપરા ગુપ્તતાના પ્રતિક જેવી લાગે છે.

દેશના અર્થતંત્રનું ભાવિ નક્કી કરતા ગુપ્ત નાણાકીય દસ્તાવેજો એ બ્રીફ-કેસમાં રાખવામાં આવે છે.

હકીકતમાં બ્રીફ-કેસની પરંપરાનું કારણ અલગ જ હતું.

વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન લાંબા સમય એટલે કે પાંચ કલાક સુધી ભાષણ કરતા હતા.

ભાષણો લખેલા કાગળો રાખવા માટે તેઓ બ્રીફ-કેસનો ઉપયોગ કરતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા