ગુજરાત: ગોડાઉનમાં આગ લાગતા 30 કરોડની મગફળી રાખ

ગુજરાત: ગોડાઉનમાં આગ લાગતા 30 કરોડની મગફળી રાખ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલા ઉમરાળામાં ગોડાઉનમાં સરકારે ખેડૂતો પાસે ટેકાના ભાવથી ખરીદેલી મગફળી રાખવામાં આવી હતી.

જેમાં આગ ફાટી નીકળતાં ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવાયો હતો.

ગોડાઉનમાં 1.35 લાખ જેટલી મગફળીની બોરીઓ હતી.

પ્રશાસન આ સમગ્ર ઘટના પાછળ ષડ્યંત્ર હોવાની વાત કહી રહ્યું છે.

જુઓ, વીડિયોમાં કે કઈ રીતે આખું ગોડાઉન સળગી ગયું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો