બજેટ 2018: નાણાપ્રધાન જેટલીના પટારામાંથી મહિલાઓ માટે શું નીકળ્યું?

મહિલાઓની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

નાણાપ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે નાણાકીય વર્ષ 2018-2019નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી.

મહિલાઓ માટેની મુખ્ય જાહેરાતો:


- ઉજ્જવલા યોજના હેઠળ ત્રણ કરોડ નવા ગેસ કનેક્શન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

- 'સ્વચ્છ ભારત મિશન' હેઠળ છ કરોડ શૌચાલયોનું નિર્માણ કરવાનું લક્ષ્યાંક હતું.

જે વધારીને આઠ કરોડ શૌચાલય નિર્માણનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે.

Image copyright LOK SABHA TV

- ગરીબો માટે 'પ્રધાન મંત્રી આવાસ યોજના' હેઠળ 51 લાખ નવા આવાસનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

- ઈપીએફ (ઍમ્પલૉયમૅન્ટ પ્રોવિડન્ટ ફંડ)માં જોડાનારી નોકરિયાત મહિલાઓએ તેમનાં બેઝિક પગારના 12 ટકા ના બદલે આઠ ટકા જ આપવા પડશે, જેનાં કારણે મહિલાઓને મળતી આવક વધશે.

- આરોગ્ય સંબંધિત સુવિધાઓને વધારવા માટે 1.5 લાખ મેડિકલ સેન્ટર ખોલવામાં આવશે.

- 'સુકન્યા સમૃદ્ધિ યોજના'ની સફળતા જોતા તેને વધુ વિસ્તારવા અને તેનો પ્રસાર વધારવા પર ભાર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો