પ્રેસ રિવ્યૂ : અમદાવાદમાં સ્ત્રીબીજનો ધમધમતો વેપાર, શહેરમાં 30 જેટલાં કેન્દ્રો

જિગ્નેશ મેવાણી તસવીર Image copyright Getty Images

'ગુજરાત સમાચાર' અનુસાર અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કારણે અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની કચેરીની પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી.

એક હજાર લોકોનાં ટોળા સાથે મેવાણી દલિતોના પ્રશ્નો અંગે રજૂઆત કરવા આવી રહ્યા છે એવા સમાચાર મળ્યા બાદ આવું બન્યું હતું.

આખરે મેવાણી 200 જેટલા લોકો સાથે કચેરીએ પહોંચતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.


અમદાવાદમાં સ્ત્રીબીજનો વેપાર

Image copyright Getty Images

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર શહેરમાં સ્ત્રીબીજનો વેપાર ધમધમી રહ્યો છે.

અહેવાલમાં અંદાજ લગાવાયો છે કે શહેરમાં ફર્ટિલિટી સેન્ટરો નિ:સંતાન દંપતિઓને સ્ત્રીબીજ વેચી વર્ષે એક કરોડની કમાણી કરે છે.

અખબારે એવો દાવો પણ કર્યો છે કે શહેરમાં 30થી વધુ ફર્ટિલિટી સેન્ટરો ધમધમી રહ્યાં છે.


સરકારની સત્તાની બહાલી

Image copyright Getty Images

'સંદેશ'ના એક અહેવાલમાં જણાવાયું છે કે ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે સરકારની સત્તાને સુપ્રીમ કોર્ટે બહાલી આપી છે.

ફી નિર્ધારણનો કાયદો બન્યા બાદ પણ મન ફાવે તેમ ફી ઉઘરાવતી શાળાઓ માટે આ નિર્ણય ફટકાર સમો છે.

રાજ્યના સ્કૂલ સંચાલકોની અરજી પર સુનાવણી બાદ આખરી ચૂકાદો આપતાં પહેલા સુપ્રીમ કોર્ટે આ બહાલી આપી હતી.


નિરંજન ભગતની વિદાય

'નવગુજરાત સમય'ના અહેવાલ મુજબ જાણીતા કવિ નિરંજન ભગતનું 92 વર્ષની જૈફ વયે અવસાન થયું છે.

અમાદવાદમાં રવિવારે ભગતને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

ભગતને ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક ચર્ચા દરમિયાન હાઇ બ્લ્ડ પ્રેશરથી બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો