પ્રેસ રિવ્યૂ: ‘પદ્માવત’ને કરણીસેના મુંબઈ એકમે શૌર્યગાથા ગણાવી

પદ્માવત ફિલ્મના પોસ્ટર સાથે વિરોધ Image copyright Getty Images

સંદેશના અહેવાલ મુજબ ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ અંગે ભારે વિરોધ થયા બાદ મહારાષ્ટ્ર કરણી સેનાએ કહ્યું છે કે ફિલ્મમાં રાજપૂતોની વીરતા અને ગૌરવ ગાથા રજૂ કરવામાં આવી છે.

જ્યાં ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે તે સહિત દરેક રાજ્યોમાં ફિલ્મને રિલીઝ કરવામાં કરણી સેના મદદ કરશે તેમ કરણી સેનાના મુંબઈ અધ્યક્ષ યોગેન્દ્રસિંહે જણાવ્યું હતું.

યોગેન્દ્રસિંહ સહિત અન્ય લોકોએ ફિલ્મ જોઈ હતી અને તે પછી મહારાષ્ટ્રમાં ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો હતો. યોગેન્દ્રસિંહે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહનાં સૂચન પછી વિરોધ પાછો ખેંચવામાં આવ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ જાહેરાત બાદ લોકેન્દ્રસિંહે કહ્યું હતું, આ ગ્રૂપ બોગસ અને ડુપ્લિકેટ છે. ફિલ્મ અંગે અમારો વિરોધ ચાલુ છે અને અમે આ મુદ્દે કેન્દ્ર સરકારનાં સંપર્કમાં છીએ.


1153 ગ્રામ પંચાયતોની 6049 બેઠકો પર મતદાન

Image copyright Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થનાર છે.

કુલ 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાંથી 270 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી.

કુલ 6049માંથી 1129 બેઠકો સરપંચ પદ માટેની છે.

મતદાન માટે 1800 ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.


સૈન્ય પર FIR, પથ્થરબાજોને માફી!

Image copyright Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સામે FIRના મામલે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

વર્ષ 2008થી 2017 દરમિયાન સેનાના જવાનો પર પથ્થરમારો કરનારા 9730 લોકો વિરુદ્ધ દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે.

પાછલા બે વર્ષમાં 3773 કેસ આ પ્રકારના નોંધાયા હતા. જેમાંથી 1692 કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો