પ્રેસ રિવ્યૂ : 'પદ્માવત' બાદ હવે કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા' પર વિવાદ

કંગના રનૌત Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા- ધ ક્વિન ઑફ ઝાંસી'ની રિલીઝ પર સંકટ તોડાયું છે.

દીપિકા પાદુકોણની ફિલ્મ 'પદ્માવત' બાદ કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'ના વિરોધની આગ પણ રાજસ્થાનથી જ સળગી છે.

'મણિકર્ણિકા- ધ ક્વીન ઑફ ઝાંસી' ફિલ્મ મામલે બ્રાહ્મણ મહાસભાએ રાજસ્થાન સરકારને ફિલ્મનું શૂટિંગ રોકવા માટે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપી દીધું છે.

સોમવારે સર્વ બ્રાહ્મણ મહાસભાએ એક પત્રકાર પરિષદ યોજી રાજસ્થાન સરકારને ચેતવણી આપી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

મહાસભાના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્રાએ કહ્યું છે, "ફિલ્મ 'મણિકર્ણિકા'માં રાણી લક્ષ્મીબાઈ અને એક અંગ્રેજ અધિકારી વચ્ચે પ્રેમ પ્રસંગ બતાવવામાં આવ્યો છે."

"આ મામલે ફિલ્મ નિર્માતાઓએ સ્પષ્ટતા આપવી પડશે. જ્યાં સુધી તેઓ સ્પષ્ટતા આપશે નહીં ત્યાં સુધી ફિલ્મનું શુટિંગ રાજસ્થાનમાં કરવામાં દેવામાં નહીં આવે."


'બે વયસ્કોના લગ્નમાં ત્રીજી વ્યક્તિને દખલગીરીનો અધિકાર નહીં'

Image copyright Getty Images

‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત અહેવાલ અનુસાર ઓનર કિલિંગની ઘટનાઓને અટકાવવાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી છે.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે બે વયસ્કો લગ્ન કરી રહ્યાં હોય તો ત્રીજાને તે મામલે બોલવાનો કોઈ અધિકાર નથી.

પછી તે વાલી હોય કે સમાજ, કોઈને પણ દરમિયાનગીરીનો હક નથી.

ચીફ જસ્ટીસે વધુમાં કહ્યું છે કે પ્રેમ વિવાહ કરનાર યુગલોને સંપૂર્ણ સલામતી પણ મળવી જોઈએ.

વધુ માહિતી અનુસાર એક એનજીઓ શક્તિ વાહિનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ખાપ પંચાયત જેવી સ્વયંભૂ કોર્ટ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.


BCCIના ઇનામ પર રાહુલ દ્રવિડના સવાલ

Image copyright Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અંડર-19 કોચ રાહુલ દ્રવિડ ટીમની જીત બાદ પોતાને મળેલા ઇનામથી ખુશ નથી.

અંડર-19 વર્લ્ડ કપ જીત્યા બાદ BCCI કોચ રાહુલ દ્રવિડને 50 લાખ, સપોર્ટિંગ સ્ટાફને 20-20 લાખ તેમજ ટીમના ખેલાડીઓને 30-30 લાખ રૂપિયાના ઇનામના ઘોષણા કરી હતી.

આ મામલે રાહુલ દ્રવિડે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના સુત્રોની માહિતી અનુસાર રાહુલ દ્રવિડે બીસીસીઆઈને પૂછ્યું છે કે ટીમે વિશ્વ કપ જીત્યો ત્યારબાદ બોર્ડ તરફથી ઇનામમાં જે રાશિ આપી તેમાં તફાવત શા માટે છે?

અહેવાલ અનુસાર રાહુલ દ્રવિડે બીસીસીઆઈને અપીલ કરી છે કે કોચિંગ સ્ટાફને એક સમાન ઇનામી રાશિ મળવી જોઈએ. અને તેમણે બોર્ડ પાસે સ્ટાફ વચ્ચે મતભેદ ન કરવાની પણ અપીલ કરી છે.

દ્રવિડે બોર્ડને સ્પષ્ટપણે કહી દીધું છે કે કોચિંગ સ્ટાફના દરેક સભ્યનું એકસમાન યોગદાન છે. આખા સ્ટાફે એક ટીમની જેમ કામ કર્યું છે જેના કારણે વિશ્વકપ જીત્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો