શ્રીનગરની હોસ્પિટલ પર ઉગ્રવાદી હુમલો, પાકિસ્તાની કેદીને છોડાવાયો

ભારતીય સૈન્યના જવાનની પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

શ્રીનગરની એક હોસ્પિટલ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ મંગળવારે હુમલો કરી દીધો છે. જેમાં બે પોલીસ અધિકારીઓના મૃત્યુ થયા છે.

હુમલાખોરો સાથે ફરાર થયેલો પાકિસ્તાની કેદી લશ્કર એ તૈયબાનો હાઈ પ્રોફાઇલ કમાન્ડર નવેદ જટ્ટ હતો.

2014થી જેલમાં બંધ નવેદને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પોલીસે તેને શોધવા અભિયાન શરૂ કરી દીધું છે.

પોલીસે બીબીસીને જણાવ્યું, "કુલ છ કેદીને શ્રીનગરના SMHS હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

જેમાંથી નવેદ એકમાત્ર પાકિસ્તાની કેદી હતો."

Image copyright Getty Images

જાપ્તામાંથી ભાગી છૂટેલા ઉગ્રપંથીની ઓળખ નાવેદ જાટ તરીકે થઈ છે. તેને ગયા વર્ષે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાંથી પકડવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ શ્રીનગરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો