વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની કારને અકસ્માત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની તસવીર Image copyright IPMR
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની કારને અકસ્માત થયો છે.

તે બુધવારે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાંથી ઇનોવા કારમાં પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે આ અકસ્માત થયો હતો.

અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક સુરક્ષા ગાર્ડ પણ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું છે કે, જશોદાબેન સુરક્ષિત છે.

Image copyright IPMR
ફોટો લાઈન જશોદાબેન જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે દુર્ઘટનાગ્રસ્ત કારની તસવીર

આ અકસ્માત ચિત્તોડ-કોટા ચાર લેન હાઈવે પર થયો.

અકસ્માતમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલાં વાહનમાં જશોદાબેન હોવાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Image copyright IPMR

આ અકસ્માત જિલ્લા મુખ્યમથક ચિત્તોડથી 45 કિમી દૂર આવેલા પારસોલી પોલીસ સ્ટેશનનાં કાટૂંદા નજીક થયો.

પારસોલીના પોલીસ સ્ટેશન અધિકારી શ્યામ સિંહે ઘટના સ્થળેથી બીબીસી હિંદીના સ્થાનિક પત્રકાર નારાયણ બારેઠને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં વસંતભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે.

સિંહે જણાવ્યું હતું કે દુર્ઘટના કેમ અને કેવી રીતે થઈ તેની તપાસ થઈ રહી છે.

ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે તરત જ ચિત્તોડ પહોંચાડવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો