ઇઝરાયલ : ભારત પાસે વિશ્વ સત્તા બનવાની ક્ષમતા પુરવાર કરવાની તક
- ઝુબેર એહમદ
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, PMO
વિદેશ નીતિની બાબતોમાં ભારત હંમેશાં એક દૂલ્હન નહીં પણ તેની અપરણિત સહેલીની જેમ વર્તતું જોવા મળે છે. અથવા તે એક શરમાળ પ્રેમિકાની જેમ વર્તે છે.
વિશ્વમાં સુપર પાવર અથવા એક મહાસત્તા બનવાની ભારતની મહત્ત્વકાંક્ષા છે. પણ આ બનવા માટેની નીતિનો અભાવ તેનામાં જોવા મળે છે.
એટલું જ નહીં પણ તેની આ મહત્ત્વકાંક્ષાને બળ આપવા માટેની નિર્ણાયક કારવાઈનો પણ અભાવ હોય એવું લાગે છે.
વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ચારેય ખૂણાનો પ્રવાસ કરતા આવ્યા છે.
'વિદેશ નીતિ અને વિદેશ પ્રવાસ વચ્ચે તાલમેલ નહીં'
ઇમેજ સ્રોત, Getty Images
જો કે, આ બાબતને લીધે નિશ્ચિતપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.
પણ ઘણા લોકો માને છે કે, તેમની વિદેશ નીતિ અને વિદેશ પ્રવાસો વચ્ચે તાલમેલ નથી બેસતો.
મોટાભાગના વિદેશનીતિ નિષ્ણાતો સ્વીકારે છે કે, ભારતની વિદેશ નીતિ હજી પણ દ્વિપક્ષી અને પ્રાદેશિકવાદ પર આધારિત છે.
ભારતને મોડેથી એક સમર્થ વિશ્વસત્તા તરીકે જોવામાં આવી રહ્યો છે. એક એવું સામર્થ્ય જે હજી સુધી પરિપૂર્ણ નથી થયું.
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે તે સતત દાવો કરે છે.
તમને આ પણ વાંચવું ગમશે
વળી અમેરિકા અને બ્રિટન જેવા શક્તિશાળી દેશોએ આ મામલે ભારતને મદદ કરવાનો પણ પ્રયાસ કર્યો છે.
તેમ છતાં ભારતીયો આ દાવો કરવાથી દૂર રહે છે કે ભારતને જેનું હકદાર છે તેવું સ્થાન તેને વિશ્વમાં મળે. ભારત પાસે પોતાને વિશ્વસત્તા તરીકે દર્શાવવાની તક છે.
ઇમેજ સ્રોત, Twitter@Narendramodi
ઘણા નિષ્ણાતો માને છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે અમેરિકાની જગ્યાએ ભારતે મધ્યસ્થી કરવી જોઈએ.
આ તક સર્જાવાનું કારણ પેલેસ્ટાઇને અમેરિકાની મધ્યસ્થી માટે ઇન્કાર કરી દીધો છે.
આના માટે જેરૂસલેમના ભાવિ દરજ્જા અંગે અમેરિકાનું ઇઝરાયલ તરફી વલણ જવાબદાર છે.
બીજી તરફ આ અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે. તે હંમેશાં 1967 પહેલાં અસ્તિત્વ ધરાવતી સરહદો આધારે બન્ને રાજ્ય વચ્ચે પરસ્પર સંમતિ સધાય તેનું હિમાયતી રહ્યું છે. આ વાત ઇઝરાયલ સારી રીતે જાણે છે.
વળી તે એ પણ જાણે છે કે ભારત જેરૂસલેમ મુદ્દે ઇઝરાયલનો પક્ષ નથી લઈ શકતું.
તદુપરાંત પેલેસ્ટાઇન પણ ભારતના ઇઝરાયલ સાથેના સંબંધોથી વાકેફ છે.
પેલેસ્ટાઇને એ વાસ્તવિકતા પણ સ્વીકારી લીધી છે કે ડિફેન્સ અને સુરક્ષા ક્ષમતા સંબંધિત ઉપકરણો મામલે ભારત ઇઝરાયલ પર મોટા આધાર રાખે છે.
આ દેશોની મુલાકાત લેશે
ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપૂર્વના બન્ને પડોશી દેશ સાથે ભારતના પારદર્શી વ્યવહારે તેની શાખમાં પણ વધારો કર્યો છે.
તાજેતરમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ભારતની મુલાકાત લીધી હતી.
9મી ફેબ્રુઆરીથી 12મી ફેબ્રુઆરી દરમ્યાન વડાપ્રધાન મોદી યુનાઇટેડ આરબ અમીરાત, ઓમાન, રામાલ્લાહ સહિત ત્રણ આરબ દશોની મુલાકાત લેશે.
'વેસ્ટ બેંક'માં રામાલ્લાહની મુલાકાત લેનારા તે પ્રથમ વડાપ્રધાન બનશે. વળી ગત વર્ષે ઇઝરાયલની મુલાકાત લેનારા તે પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, વડાપ્રધાનની 'વેસ્ટ બેંક' મુલાકાત જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે હતી.
વળી 2015માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની વેસ્ટ બેંક મુલાકાતને એક ઐતિહાસિક ગણીને પ્રશંસા કરવામાં આવી હતી.
પણ હવે નરેન્દ્ર મોદીની આ મુલાકાતને પગલે પેલેસ્ટાઇન માટે રસનો વિષય બન્યો છે.
ભારત માટે મોટી તક?
ઇમેજ સ્રોત, Getty Images
જેરૂસલેમમાં નમાઝ પઢી રહેલા મુસ્લિમ લોકો
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંબંધોનું સંતુલન સાધવાનો શ્રેય ભારતને જરૂર જાય છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ બાબત અંગે કહ્યું, "ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સાથેના સંબંધોનું આ એક નવું જોડાણ છે."
ભારત તેની વિશ્વનિયતાને લીધે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બન્ને તેને સમાન રીતે જ પસંદ કરે છે.
આમ આ બે દુશ્મન રાષ્ટ્રો વચ્ચે મધ્યસ્થી બનવા માટે ભારત પાસે તક છે.
ખાસ કરીને અમેરિકાની વિશ્વનિયતા અંગે પેલેસ્ટાઇનને હવે વાંધો હોવાથી આ તક વિશેષ છે.
પણ શું ભારત આ તકનો લાભ ઉઠાવશે? જવાબ છે 'ના', જેનું કારણ ભારતનો ભૂતકાળનો રેકોર્ડ.
ઇમેજ સ્રોત, Getty Images
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પશ્ચિમ એશિયન દેશો અંગેના અભ્યાસના કેંદ્રના પ્રોફેસર એ કે રામાક્રિષ્નન માને છે કે ભારતે આ તકનો લાભ ઉઠાવવો જોઈએ.
તેમણે કહ્યું, "ભારત માટે આ નોંધપાત્ર તક છે અને તેનો લાભ ઉઠાવવો જોઈએ. તેમાં કોઈ શંકા નથી."
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકે કહ્યું કે, ભારત કોશિશ કરી શકે પણ તેમને નથી લાગતું કે જેમાં અમેરિકા નિષ્ફળ ગયું તેમાં ભારત સફળ થઈ શકે.
તેમણે કહ્યું, "કોશિશ થઈ શકે છે. પણ તે સરળ નથી. આ મુદ્દો જટિલ છે અને જૂનો પણ છે."
"જો અમેરિકા આમાં નિષ્ફળ ગયું તો ભારત કઈ રીતે સફળ જશે. તેમ છતાં કોશિશ કરી શકાય."
બીજી તરફ વિદેશ નીતિ બાબતોના મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે, ભારતે સૌપ્રથમ વ્યાપક સ્તરે વિચારવું જોઈએ અને દ્વિપક્ષીય વલણથી પર થવું જોઈએ.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભારતની મધ્યસ્થી ઈચ્છતા રામાક્રિષ્નન અનુસાર ભારતની વિદેશ નીતિ ઘડનારાઓએ પહેલાં એક સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવી જોઈએ.
બે દેશ વચ્ચે શાંતિ માટે મધ્યસ્થીની ભૂમિકા પૂર્વે આ વ્યૂહરચના બનાવવી જોઈએ.
શું મધ્યસ્થી કરવાથી સમસ્યા સર્જાઈ શકે?
ઇમેજ સ્રોત, Getty Images
જો ભારત ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે મધ્યસ્થી કરશે તો તેના માટે સમસ્યા સર્જાશે?
આ અંગે ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંકે કહ્યું કે, આ પ્રકારની ભૂમિકા ભજવતા પહેલાં તેણે અન્ય મજબૂત રાષ્ટ્રોની સલાહ લેવી પડશે.
"જો ભારત કોઈ પણ રાષ્ટ્ર સાથે વાર્તાલાપ કર્યા વગર જ આવું કરશે, તો તેના માટે મુશ્કેલ બની શકે."
"આથી જો ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ અને અન્ય પશ્ચિમી દેશો સાથે વાતચીત કરીને એક સારું વાતાવરણ સર્જીને આ પ્રકારની ભૂમિકા નીભાવે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે."
અલબત્ત, જ્યારે પેલેસ્ટાઇનના વડાપ્રધાન મહમૂદ અબ્બાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જ્યારે ભવ્ય ભોજન માટે મળશે ત્યારે તેઓ મધ્યસ્થી સંબંધિત ભૂમિકાની શક્યતા વિશે ચર્ચા નહીં કરે.
જો કે, આ આઇડિયા વિશે ચર્ચાઓ જરૂર થઈ રહી છે.
આથી વૈશ્વિક નેતૃત્વ માટે ભારતે પોતાને રજૂ કરવા માટે ખુદ જવાબદારી ઉઠાવવી પડશે.
અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે મધ્યસ્થીનું મંચ આ માટે ઘણું જ મોટું છે. જો કે, આ મામલે જોખમો જરૂર સંકળાયેલા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો