પ્રેસ રિવ્યૂ: આધાર ન હોવાથી હૉસ્પિટલના પાર્કિંગનાં પ્રસૂતિ

આધારકાર્ડની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ શુક્રવારે સવારે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ગુરુગ્રામ સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

જ્યાં રજિસ્ટ્રેશન બાદ તેમને સ્ત્રી રોગ નિષ્ણાત વોર્ડમાં લઈ જવામાં આવ્યાં હતાં.

અલ્ટ્રાસાઉન્ડ લેબના કર્મચારીએ આધારકાર્ડ માગ્યુ હતું. આધારકાર્ડ નંબર જણાવવા છતાં ઓરિજનલ કે ફોટોકોપી લાવવાનું કહેવામાં આવ્યું.

ત્યારબાદ બે કલાક સુધી મહિલા દર્દથી તડપતા રહ્યા હતાં.

જેમણે હૉસ્પિટલ પાર્કિંગમાં જ બાળકની જન્મ આપ્યો હતો. બન્નેની હાલત સ્થિર બતાવવામાં આવી છે.

હૉસ્પિટલ તંત્રએ જવાબદાર કર્મચારીઓ સામે પગલા લીધા છે.

તમને આ પણ વાંચવું ગમશે

અમિતાભને હોસ્પિટલમાંથી રજા

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને મુંબઈની પ્રસિદ્ધ લીલાવતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તેમના ગળા અને સ્પાઇનમાં દુખાવાને કારણે રૂટિન ચેકઅપ માટે દાખલ કરાયા હતા.

ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ તેમને ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે.

આ પહેલાં પણ તેમના પર સર્જરી કરવામાં આવી છે. શુક્રવારે જ તેમની આવનારી ફિલ્મ '102 નોટ આઉટ'નું ટીઝર રીલિઝ થયું હતું.

આ ફિલ્મમાં 27 વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને રિષી કપૂર સાથે જોવા મળશે.

હાર્દિક અને મમતાની મુલાકાત

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પાટીદાર નેતા હાર્દિક પટેલે શુક્રવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની મુલાકાત કરી હતી.

આ દરમિયાન તેમણે સીએમને જણાવ્યું હતું કે તે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન તેમની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ માટે કેમ્પેઇન કરશે.

આ દરમિયાન હાર્દિકે દાવો કર્યો કે મમતાએ તેને પોતાની પાર્ટીમાં જોડાવાનું પણ આમંત્રણ આપ્યું છે.

હાર્દિકે મમતાને 'લેડી ગાંધી' તરીકે પણ સંબોધન કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો