જમ્મુમાં આર્મી કેમ્પ પર ઉગ્રવાદી હુમલો

  • મોહિત કંધારી
  • જમ્મુથી બીબીસી ગુજરાતી માટે
હુમલાના વિસ્તારમાં સેનાના વાહન સાથે જવાન

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI

જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર ઉગ્રવાદી હુમલો થયો હતો.

જમ્મુ રેન્જના આઈજી ડોક્ટર એસડી જામવાલે આ હુમલાની પુષ્ટિ કરી છે.

આઈજી જામવાલે આ હુમલામાં બે જવાનો અને એક ઉગ્રવાદના હુમલાની પુષ્ટિ કરી છે.

અધિકારીઓનું કહેવું છે કે કુલ સાત લોકો ઘાયલ થયા છે. જેમાં બે જેસીઓ, બે મહિલાઓ, બે બાળકો અને મેજર રેન્કના એક અધિકારીનો સમાવેશ થાય છે.

છાવણીમાંથી ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે. આ કેમ્પ જમ્મુ બાયપાસ રોડની નજીક છે, જ્યાં શાળા અને ક્વાર્ટર પણ આવેલા છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI

કેમ્પ અને તેની આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલાં 28 જૂન 2003 ના રોજ ઉગ્રવાદીઓએ સુંજવાન આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું. જે હુમલામાં 12 જવાન માર્યા ગયા હતા.

જમ્મુ-કાશ્મીરના સંસદીય બાબતોના મંત્રી અબ્દુલ રહમાન વીરીએ વિધાનસભામાં આ હુમલામાં જેસીઓ મદનલાલ ચૌધરી અને મોહમ્મદ અશરફના મૃત્યુની પુષ્ટિ કરી છે.

આ હુમલામાં મદન લાલ ચૌધરીના પુત્રી નેહા પણ ઘાયલ થયા છે. આ સાથે એઆર વીરીએ કર્નલ રોહિત સોલંકી, લાન્સ નાયક બહાદુર સિંહ અને સિપાઈ અબ્દુલ હમીદના ઘાયલ થવાની માહિતી આપી છે.

સેનાના પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદના કહેવા મુજબ શનિવારે વહેલી સવારે જ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાઈ હતી.

તેમણે કહ્યું હતું, "જ્યારે અમે આ ગતિવિધિને પડકારી તો સામે ફાયરિંગ શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન ત્રાસવાદીઓ ફેમિલી ક્વાર્ટરમાં ઘુસી ગયા હતા.''

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આ હુમલા વિશે ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું છે કે આ હુમલાથી ઘાયલો અને તેમના પરિવારની સાથે છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો