સરી ગયેલું સપ્તાહ કૅમેરાની નજરે...

તસવીરોથી જુઓ ગત અઠવાડિયા દરમિયાન દેશભરમાં બનેલી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ.

વિજય રૂપાણી સાથે અક્ષય કુમારની તસવીર

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ઇમેજ કૅપ્શન,

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 'પૅડમેન' ફિલ્મના પ્રિવ્યૂમાં અભિનેતા અક્ષય કુમાર સાથે જોવા મળ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આ તસવીરમાં સાણંદ તાલુકાના લિખામ્ભા ગામના ખેડૂતો ખેતરમાં ચિંતામાં જોવા મળી રહ્યા છે કેમ કે, પાણીના અભાવે ઊભો પાક સૂકાવા લાગ્યો છે.

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન,

આ તસવીર 4 ફેબ્રુઆરી 2018ની છે કે જેમાં અમૃતસરની નજીક આવેલા એક ગામના ખેતમજૂર ખેતરમાંથી બટાટા એકત્ર કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, SHAMMI MEHRA/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન,

લુધિયાણા નજીક કિલા રાયપુરમાં ગ્રામીણ ઑલિમ્પિકનું આયોજન થાય છે. આ તસવીર પણ એ જ ગ્રામીણ ઑલિમ્પિકના છેલ્લા દિવસની છે કે જેમાં એક ઊંટ પોતાના માલિક સાથે નાચતો જોવા મળી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Akira

ઇમેજ કૅપ્શન,

ચિત્તુરના તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ શિવા પ્રસાદે તાંત્રિકના વેશમાં આવીને સંસદ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બજેટમાં આંધ્ર પ્રદેશની માગણીઓને સ્થાન ન મળતા શિવા પ્રસાદે વિરોધ પ્રદર્શન કર્યું હતું.