આંખ મારનારી છોકરીનો બાયોડેટા! પ્રિયાએ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું?

પ્રિયા પ્રકાશ વેરિયારની તસવીર Image copyright INSTAGRAM

નાદાની, અદા, માસૂમિયત, નટખટતા અને પ્રેમ. આ બધુંય માત્ર 26 સેકન્ડમાં. આ વીડિયો ક્લિપે કેરળની છોકરીને દેશભરના છોકરાઓની ડ્રીમ 'વેલેન્ટાઇન્સ ડેટ' બનાવી દીધી.

જે વીડિયો પર લોકો ફિદા છે, તેને બનાવવાની તૈયારી કેવી રીતે થઈ હતી?

તેને બનાવામાં કેટલો સમય લાગ્યો હશે?

બીબીસી સાથે વાતચીતમાં આ સવાલોના જવાબો હીરોઇન પ્રિયાએ આપ્યા હતા.

પ્રિયાના કહેવા પ્રમાણે, "ડાયરેક્ટરે ઑન ધ સ્પૉટ જણાવ્યું કે હું ક્યુટ લાગે તેવી કોઈ હરકત કરું."

તમને આ પણ વાંચવું ગમશે


કેટલા ટેક લીધા?

Image copyright Youtube

આ શૉટ લેવા માટે કેટલા રિટેક લેવા પડ્યા હતા?

તેના જવાબમાં કહે છે, "મેં માત્ર એક જ ટ્રાઇ કરી હતી. એક જ ટેકમાં શૉટ ઓકે થઈ ગયો હતો પરંતુ મને અંદાજ ન હતો કે તે આટલો વાઇરલ થઈ જશે."

પ્રિયા ઉમેરે છે, "બધો શ્રેય ડાયરેક્ટરને જાય છે. આ જાદુ તેમણે જ ઊભો કર્યો અને મને જણાવ્યું કે કેવી સ્ટાઇલ કરવાની છે."

"આ માટે મેં કોઈ પ્રેક્ટિસ કરી ન હતી અને જે કાંઈ થયું તે ઑન ધ સ્પૉટ જ થયું હતું."

"બધાયે શૉટને વખાણ્યો હતો, પરંતુ આવું થશે તેનો અંદાજ ન હતો."


સ્પૂફ વીડિયોઝ

Image copyright Instagram

પ્રિયાના વીડિયોના સ્પૂફ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. ત્યારે પ્રિયા કહે છે, "ઘણાં ટ્રોલ કરી રહ્યા છે, જે રસપ્રદ છે. સેલિબ્રિટી સાથે ટ્રોલ થઈને સારું લાગે છે."

પ્રિયા કેરળના ત્રિચૂરમાં રહે છે, તેમના પિતા સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.

પ્રિયાનાં માતા હોમમેકર છે. અન્ય પરિવારજનોમાં નાનાભાઈ તથા દાદા-દાદીનો પણ સમાવેશ થાય છે.

તેઓ ત્રિચૂરની સ્થાનિક કોલેજમાં બીકૉમનો અભ્યાસ કરી રહ્યાં છે.

આ પહેલા પ્રિયા ત્રણ શૉર્ટ ફિલ્મોમાં અભિનય આપી ચૂક્યાં છે અને એક્ટિંગનો શોખ ધરાવે છે.


વેલેન્ટાઇન કોણ છે?

Image copyright Instagram

વેલેન્ટાઇન ડેના થોડા દિવસો અગાઉ જ પ્રિયાનો વીડિયો વાઇરલ થયો છે.

ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, 'આપનો વેલેન્ટાઇન કોણ હશે?' જવાબમાં પ્રિયાએ કહ્યું, "રોશન."

મતલબ કે ફિલ્મમાં તેમનો હીરો રોશન અબ્દુલ રહૂફ જે વીડિયોમાં તેમની સાથે નજરે પડે છે.

પ્રિયાનું કહેવું છે કે, રિયલ લાઇફમાં હાલમાં તેમનું કોઈ વેલેન્ટાઇન નથી.

18 વર્ષીય પ્રિયાએ ક્લાસિકલ ડાન્સની ટ્રેનિંગ લીધી છે તથા સંગીતનો અભ્યાસ કરી રહ્યાં છે.

પ્રિયા ફિલ્મોમાં કામ કરવાની સાથે અભ્યાસ પણ ચાલુ રાખવા માગે છે.

અમૂક સેકન્ડ્સમાં એક્સપ્રેશન આપનારાં પ્રિયાએ એક્ટિંગની કોઈ ઔપચારિક તાલીમ નથી લીધી.


રિયલ લાઇફમાં કેવા છે?

Image copyright Instagram

પ્રિયા કહે છે કે, "આ પ્રકારના આવકારથી હું ખૂબ ખુશ છું, પરંતુ કેવી રીતે અભિવ્યક્ત કરું એ નથી સમજાતું. મારા મિત્રો પણ ખૂબ ખુશ છે."

પ્રિયાને ફરવું પસંદ છે અને ગાયન પસંદ છે.

તેઓ ઉમેરે છે, "બંને પ્રિયા રિયલ લાઇફમાં લગભગ સરખી જ છે. હું નટખટ છું અને ખૂબ મજાક કરું છું."

પ્રિયાનાં કહેવા પ્રમાણે, માતા-પિતાની પ્રતિક્રિયા સહજ છે. તેઓ ખુશ છે, પરંતુ ઉત્સાહને કેવી રીતે હેન્ડલ કરવો તે નથી સમજાતું.


કેવો પાર્ટનર ઇચ્છે છે?

Image copyright Instagram

હિંદી બેલ્ટમાં પણ વીડિયો ખૂબ જ લોકપ્રિય થયો છે, આથી પ્રિયા ખુશ પણ છે અને આશ્ચર્યચકિત પણ છે.

પ્રિયાનું કહેવું છે કે તેઓ બોલિવૂડમાં આવશે ત્યારે પણ લોકો આવી જ રીતે પ્રેમ આપશે તેવી આશા છે.

પ્રિયા મલયાલમ અને તામિલ ઉપરાંત હિંદી પણ સારું બોલી શકે છે. આનો શ્રેય પ્રિયા મુંબઈને આપે છે.

પ્રિયા કહે છે, "મારા પિતાની જોબને કારણે હું મુંબઈમાં પણ રહી છું. અમે પાંચ વર્ષ ત્યાં રહ્યાં હતાં. ત્યારે જે હિંદી શીખી હતી, તે હવે કામ આવે છે."

પ્રિયાનાં મતે એક સારા છોકરામાં શું ખાસિયતો હોવી જોઈએ? જવાબ મળ્યો, 'લવિંગ, કેરિંગ અને સપોર્ટિંગ.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા