પ્રિયા પ્રકાશ સામે ફતવો જાહેર થયો છે?

ફોટો Image copyright MUZIK247/VIDEO GRAB

આંખોના હાવભાવને કારણે મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશનો વીડિયો વેલેન્ટાઇન્સ ડે પહેલાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

આ વીડિયોની સફળતા બાદ વિવિધ ચર્ચાઓએ સોશિયલ મીડિયામાં વેગ પકડ્યું હતું.

સામાન્ય જનતાથી લઈને સ્ટાર્સ સુધી તમામ લોકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

@timeshow નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવી

તે વચ્ચે @timeshow નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવી હતી.

એ ટ્વીટ પશ્ચિમ બંગાળ લઘુમતી એકતા સંસ્થાના ઉપપ્રમુખ આતિફ કાદરીના હવાલાથી કરવામાં આવી હતી.

ટ્વીટમાં લખાયું હતું કે 'પ્રિયા પ્રકાશનો વીડિયો વાઇરલ થયા બાદ અમે આંખો બંધ કરી નમાઝ પઢવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અમને અલ્લાહની જગ્યાએ પ્રિયાનો ચહેરો દેખાય છે.'

'આ વીડિયો અમારી લાગણીઓને અસર કરી રહ્યો છે, તેથી અમે પ્રિયા સામે ફતવો જાહેર કર્યો છે.'


મીડિયામાંથી કેવો પ્રતિભાવ?

ત્યારબાદ altnewsએ આ ચર્ચામાં Times now અને Times how વચ્ચેનો ફરક જણાવ્યો હતો.

શું મીડિયાના આધારે ફતવો જાહેર કરાયો હતો?

આ સવાલના જવાબમાં altnewsએ જણાવ્યું હતું કે મુસ્લિમ યુવક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં યુવકે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચવાનો ઉલ્લેખ કર્યો હતો.

યુવકે વધુમાં જણાવ્યું કે ગીતના અક્ષર ઇસ્લામ ધર્મનું અપમાન કરે છે.

ઉલ્લેખનીય છે કે આ @timeshow ટ્વિટર હૅન્ડલે પોતાને પેરોડી(વક્રોક્તિ) અકાઉન્ટ જાહેર કર્યું છે.

asianetnewsની ટિપ્પણી અનુસાર, કેટલાક યુવાનોએ જણાવ્યું હતું કે આ ગીતનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો ત્યારે તેમાં ઇસ્લામને ઠેસ પહોંચાડનારી બાબત જોવા મળી હતી.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોલીસે આ અંગે ફરીયાદ સ્વીકારી છે પરંતુ FIR નોંધી નથી.


AAJ TAK પર આ મુદ્દા પર પ્રાઈમ ટાઇમ શો

આ ટ્વીટ અંગે AAJ TAK ન્યૂઝ ચેનલ પર એક પ્રાઇમ ટાઇમ શોનું આયોજન કરવામા આવ્યુ હતું.

કાર્યક્રમમાં આ ટ્વીટ અંગે લાંબી ચર્ચા કરવામાં આવી હતી.

આ સમગ્ર ચર્ચા દરમિયાન AAJ TAKનાં એક પત્રકારે આતિફ કાદરીનો એક વીડિયો પણ પોતાના ટ્વિટર અકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો.

એ વીડિયોમાં તેઓ પ્રિયાનાં વીડિયોની નિંદા કરતા અને કાર્યવાહી કરવાની વાત કરતા જણાય છે.

ઉલ્લેખનીય છે કે ન્યૂઝ ચેનલ પર પત્રકારે આપેલા નિવેદન અને આતિફ કાદરીના નિવેદનમાં તાલમેલ નથી.


જૂજ દિવસોમાં લાખો વ્યૂ

આ વીડિયો ક્લિપ મલયાલયમ ફિલ્મ 'ઓરુ અદાર લવ' (Oru Adaar Love)ના એક ગીતની છે.

તેમાં ટીનેજર છોકરી અને છોકરો, એકમેકની સાથે આંખો મારફત દિલની વાત કરી રહ્યાં છે.

ઓરિજિનલ વીડિયોને ત્રણ દિવસમાં લગભગ એક કરોડ વ્યૂ મળ્યા છે. એ વીડિયોના અલગઅલગ વર્ઝન્સને પણ લાખો વ્યૂ મળી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો